Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

પાકિસ્તાનમાં 2018 ની સાલમાં ધર્માંતરના 1 હજાર કેસ : સિંધ પ્રાંતમાં હિન્દૂ યુવતીઓનું અપહરણ કરી ,ધર્મ પરિવર્તન કરાવી ,શાદી કરવાનું જબરદસ્ત કારસ્તાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા હિંદુઓ માટે તેમની યુવાન પુત્રીઓના અપહરણ અને ફરજીયાત ધર્મ પરિવર્તન દ્વારા શાદી કરી લેવાનું ચાલતું ષડયંત્ર શિરદર્દ સમાન બન્યું છે.એક અહેવાલ મુજબ માત્ર એક જ વર્ષમાં એટલે કે 2018 ની સાલમાં 1 હજાર જેટલી હિન્દૂ યુવતીઓનું અપહરણ કરી ધર્માન્તર કરાવી ફરજીયાત શાદી કરી લેવાના કિસ્સાઓ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરની ઇમરાનખાનની અમેરિકાની મુલાકાત દરમિયાન પણ સ્થાનિક 10 જેટલા સાંસદો દ્વારા આ મુદ્દો ઉઠાવાયો છે.અમુક મૌલવીઓ હિન્દૂ યુવતીઓને મુસ્લિમ બનાવવાનું મિશન લઈને વર્ષોથી કાર્યરત છે.જે મુદ્દે હિંદુઓ અવારનવાર રસ્તા ઉપર ઉતરી આવી દેખાવો કરવા મજબુર બને છે. જોકે

 પાકિસ્તાનના માનવાધિકાર આયોગના રિપોર્ટમાં જણાવાયું છે કે માત્ર સિંધ પ્રાંતમાં જ લઘુમતીઓના ધર્માંતરણના 1000થી વધુ કેસ દાખલ થયા છે.બીજા પ્રાંતોમાં આવી પરિસ્થિતિ નથી.એક સર્વે મુજબ પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થઇ રહ્યો છે.જે હાલના સંજોગોને કારણે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:53 am IST)