Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર પીટ બટ્ટીગીગના ચૂંટણી કમ્પેનમાં સુશ્રી સોનલ શાહની નિમણુંકઃ નેશનલ પોલીસી ડીરેકટર તરીકે જવાબદારી સંભાળશે

વોશીંગ્ટનઃ અમેરિકાના ૨૦૨૦ની સાલના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર પીટ બટ્ટીગીગના ચૂંટણી કમ્પેનમાં નેશનલ પોલીસી ડીરેકટર તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સોનલ શાહની નિમણુંક થઇ છે.

સુશ્રી શાહ હાલમાં જયોર્જેટ ટાઉન યુનિવર્સિટીમાં એકઝીકયુટીવ ડીરેકટર તરીકે સેવાઓ આપી રહ્યા છે જ્યાંથી રજા ઉપર ઉતરી જઇ તેઓ ઉપરોકત ચૂંટણી કમ્પેનની જવાબદારી સંભાળશે. જે માટે તેમણે ટિવટરના માધ્યમ મારફત ખુશી વ્યકત કરી છે.

ઉલ્લેખનીય છે કે બટ્ટીગીગ ચૂંટણી કમ્પેનમાં બીજા કવાર્ટરમાં સૌથી વધુ એટલે કે ૨૪.૯ મિલીઅન ડોલરનું ફંડ ભેગુ કરી શકનાર ડેમોક્રેટ ઉમેદવાર તરીકે સહુથી આગળ છે. તેમના ચૂંટણી કમ્પેન સ્ટાફમાં ૨૫૦ લોકો છે.

(9:43 pm IST)