Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

યુ.એસ.ના મોન્ટ ગોમેરી કાઉન્ટી કાઉન્સીલ પ્લાનીંગ બોર્ડમાં ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી પ્રતાપ વર્માને સ્થાનઃ રપ જૂનના રોજ મળેલી મીટીંગમાં સર્વાનુમતે નિમણુંક

મેરીલેન્ડઃ યુ.એસ.માં મેરીલેન્ડના મોન્ટગોમેરી કાઉન્ટી કાઉન્સીલ પ્લાનીંગ બોર્ડમાં સર્વાનુમતે ઇન્ડિયન અમેરિકાન એટર્ની શ્રી પ્રતાપ વર્માને સ્થાન આપવામાં આવ્યુ છે. રપ જૂનના રોજ કાઉન્સીલએ ર વ્યકિતઓને આપેલી નિમણુંકમાં તેમનો સમાવેશ કરાયોા છે.

કાઉન્સીલ પ્રેસિડન્ટ નેન્સી નેવેરોએ શ્રી પ્રતાપના  કાયદાકીય તેમજ કોમ્યુનીટી ક્ષેત્રોના અનુભવનો કાઉન્ટીને લાભ મળશે તેવી ખુશી વ્યકત કરી હતી.

પાંચ મેમ્બરની સંખ્યા ધરાવતું પ્લાનીંગ બોર્ડ માસ્ટર પ્લાન્સ ગ્રોથ આયોજન તથા ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે કામગીરી બજાવે છે.

(9:11 pm IST)