Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

સીનીયર સીટીઝન પરિવાર ઓફ એલ્‍જીનના સંચાલકોએ પિકનીકનું કરેલું આયોજનઃ ધોધમાર વરસાદની આગાહી હોવા છતાં ર૦૦ જેટલા ભાઇ બહેનોએ આપેલી હાજરીઃ આખા દિવસના સમય દરમ્‍યાન યોજવામાં આવેલ વિવિધ પ્રકારના કાર્યક્રમોમાં તમામ સભ્‍યોએ ભાગ લઇ તેને સફળ બનાવી

(કપિલા શાહ દ્વારા) શિકાગા : શિકાગો નજીક એલ્‍જીન વિસ્‍તારમાં સિનીયરોનું એક સંગઠન કાર્યવંત છે. એન તેના સંચાલકોએ  તાજેતરમાં વેઇન ફોરેસ્‍ટ પ્રીઝર્વ વિસ્‍તારમાં પોતાના  સભ્‍યો માટે એક  સમર પિકનિકનું આયોજન કર્યુ હતુ જેમાં તે દિવસે ધોધમાર વરસાદની આગાહી હોવા છતાં ર૦૦ જેટલા સભ્‍યોએ હાજરી આપી હતી.

આ વેળા સંસ્‍થાના  ચેરમેન ધિરજ સુવાગીયા તેમજ  ભરતભાઇ ઠકકરે  તમામ સભ્‍યોને  પિકનીકમાં પધારી ભાગ લેવા બદલ સૌને આવકાર આપ્‍યો હતા અને ત્‍યારબાદ સૌ સભ્‍યોને આ સંગઠન દ્વારા  જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે તેમજ આગામી કયા કયા કાર્યક્રમો હાથ ધરાનાર છે તેની આછેરી રૂપરેખા આપી હતી.

ત્‍યારબાદ સીનીયર સભ્‍યો માટે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ યોજવામાં આવી હતી તેમા સૌ ભાઇ બહેનો જોડાયા હતા  અને તમામ લોકોએ તેનો આનંદ માણ્‍યો હતો.

સમી સાંજના  સૌ ભાઇ બહેનોએ સામુહિક રીતે એકત્રીત થઇ ભોજનનો આસ્‍વાદ માણ્‍યો હતો અને એક બીજાને અભિનંદન આપી સૌ ભાઇ બહેનો વિખુટા પડયા હતા આ સંસ્‍થાના સેક્રેટરી જય દેસાઇએ  અમાને જણાવ્‍યું હતુ કે સીનીયર ભાઇ બહેનોના હિતાર્થે અમો વિવિધ પ્રકારની પ્રવૃતિઓનું આયોજન કરીએ છીએ અને તેઓના માટે નાના મોટા પ્રવાસો યોજીએ છીએ. તેમજ અમારી યોજવામાં આવતી મીટીંગોમાં સર્વે ભાઇ બહેનોને જે લાભો મળે છે ેતેમાં જો સરકારી  કાયદાઓમાં અવનવા ફેરફારો થતા હોય તો તેનાથી સર્વેને માહિતગાર કરીએ છીએ. સૌ સિનીયર ભાઇ બહેનો દ્વારા અમોને જે  સહકાર પ્રાપ્ત થયેલો છે તે અમારા માટે અમૂલ્‍ય છે એવું તેમણે અંતમા જણાવ્‍યું હતું.

 

(10:07 pm IST)
  • રાજકોટમાં માલગાડીની ઠોકરે વૃઘ્ધનું કરૂણમોત : સાંજે રેલનગર અન્ડરબ્રીજના છેડે સાઈબાબા સોસાયટી પાસે માલગાડીની અડફેટે વૃદ્ધનુ મોત : પોલીસ ઘટના સ્થળે પહોંચી : પંચનામા સહિતની કાર્યવાહીની તજવીજ access_time 7:12 pm IST

  • પોરબંદર અરબી સમુદ્રમાં કરંટ : વધુ મોજા ઉછાળ્યા :કિનારે સમુદ્ર ખેડવાની છૂટ નહિ હોવા છતાં પીલાણ દરિયામાં: ત્રણ પીલાણ તૂટી પડ્યા: 15 લોકોનો આબાદ બચાવ : બે પીલાણમાંથી ચાર મશીનો દરિયામાં ગરકાવ અંદાજે કુલ 15 લાખનું નુકશાન : સવારે સોમનથના દરિયા કિનારે લાંગરેલ પીલાણમાંથી એક શખ્શ બાજુના પીલાણમાં જતા પગ લપસતાં ખાડીમાં પડી ગયો હતો જેને બચાવી હોસ્પિટલમાં દાખલ કરાયો છે access_time 10:20 pm IST

  • પતિ જો પત્નીને ઘરેથી કાઢી મુકશે તો પોલીસ મહિલાની મદદ કરશે, ડિવોર્સ ન થાય ત્યાં સુધી પત્ની પતિના ઘરે રહી શકે છે : સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ સંબોધી પત્રકાર પરિષદ, મહિલાઓ સામે થતા અત્યાચારને લઈને સતિષ શર્માએ આપ્યું નિવેદન access_time 8:03 pm IST