Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

ગ્રીસમાં વિદેશી રોકાણકારો માટેની ‘‘ ગોલ્‍ડન વીઝા '' સ્‍કીમ લંબાવાશેઃ રિઅલ માર્કેટ ક્ષેત્રે ૪ લાખ યુરોનું રોકાણ કરનારને પાંચ વર્ષની રેસીડન્‍સી પરટિ અપાશે.

ગ્રીસઃ  ગ્રીસમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે  ર૦૧૩  ની સાલમાં શરૂ કરાયેલી ‘‘ ગોલ્‍ડન વીઝા '' સ્‍કીમ લંબાવાશે.   જે  મુજબ રીઅલ એસ્‍ટેટ ક્ષેત્રે ૪ લાખ યુરો નું રોકાણ કરનાર વિદેશીઓને  પાંચ વર્ષની રેસીડન્‍સી પરમીટ અપાશે તથા આ સમયગાળા  દરમિયાન તેઓ મુકતપણે દેશમાં હરીફરી શકશે.

આ અગાઉ  ર૦૧૩ ની સાલમાં શરૂ કરાયેલી સ્‍કીમમાં ર,પ૦,૦૦૦ યુરોનું રોકાણ કરવાની જોગવાઇ હતી. હવે દેશના રીઅલ એસ્‍ટેટ તથા અર્થતંત્રને વેગ આપવાના હેતુથી  નવા ફેરફાર સાથેની  ૪ લાખ યુરોના રોકાણવાળી ગોલ્‍ડન વીઝા સ્‍કીમ  ટુંક સમયમાં અમલી બનાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે ર૦૧૩ ની સાલની સ્‍કીમ હેઠળ  ચીન, રશિયા, તુર્કી  તથા ઇજીપ્ત ના પાંચ હજાર જેટલા  રોકાણકારોએ ગોલ્‍ડન વીઝા લીધા હતા.

(10:05 pm IST)