Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

'' ચાઇના યુરોપ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ'' ના પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી દિપક જૈનની નિમણુંક : નવે. ર૦૧૮ થી હોદો સંભાળશે

શિકાગોઃ ચાઇના  યુરોપ  ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ ( CEIBS) ના યુરોપના  પ્રેસિડન્ટ  તરીકે ઇન્ડિયન અમેરિકન બિઝનેશ ગુરૂ  ૬૧ વર્ષીય  શ્રી દિપક જૈન ની નિમણંક થઇ છે. તેઓ નવે. ર૦૧૮  થી હોદો સંભાળશે.

છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોમાં  વિશ્વના  સૌથી મોટા બીજા નંબરના  બિઝનેસ હબ તરીકે નામના મેળવનાર ચીન દેશની વ્યાવસાયિક પધ્ધતિ દ્વારા યુરોપના સ્ટુડન્ટસને માર્ગદર્શન આપવાની જવાબદારી તેઓ સંભાળશે તેઓ હાલમાં  શિકાગોમાં રહે છે. પરંતુ દર મહિને ૧૦  થી ૧પ દિવસ જેટલો  સમય ચીનના શાંધાઇ માં ગાળે છે. જયાં CEIBS  માં માર્કેટીંગ શીખવે છે.

(12:00 am IST)
  • કુતિયાણાના હેલબેલી ગામે માતા સાથે કપડા ધોવા ગયેલા ત્રણ બાળકો પાણીના ખાડામાં નહાવા પડતા એક 12 વર્ષના સગીરનું ડૂબી જવાથી મોત : છ થી સાત ફૂટના પાણીના ખાડામાં ત્રણેય નહાવા પડ્યા હતા access_time 10:34 pm IST

  • સુરત નેશનલ હાઇવે પર કારના શો-રૂમમાં ફાયરીંગ : લૂંટના ઇરાદે અજાણ્યા ૪ શખ્શોએ કર્યું ફાયરીંગઃ ફાયરીંગમાં વોચમેન ઘાયલ થતા સારવાર અર્થે ખસેડયા access_time 3:52 pm IST

  • રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ પાસેના હેપ્પી કેબીન પાર્લરમાં પોલીસનો દરોડો :કેબિનમાં ગુટરગુ કરતા કહેવાતા પ્રેમીઓની કપલ કેબિનમાંથી નાસભાગ : કેબીન સંચાલકને પોલીસે દબોચી લીધો :રાજકોટના કાલાવડ રોડ ઉપર પણ ખુલ્લેઆમ કેબીન પાર્લર ચાલતા હોવાની ચર્ચા : સ્કૂલ અને કોલેજ આસપાસ બનાવતા પાર્લર access_time 1:45 pm IST