Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

'' ચાઇના યુરોપ ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ'' ના પ્રેસિડન્ટ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી દિપક જૈનની નિમણુંક : નવે. ર૦૧૮ થી હોદો સંભાળશે

શિકાગોઃ ચાઇના  યુરોપ  ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ ( CEIBS) ના યુરોપના  પ્રેસિડન્ટ  તરીકે ઇન્ડિયન અમેરિકન બિઝનેશ ગુરૂ  ૬૧ વર્ષીય  શ્રી દિપક જૈન ની નિમણંક થઇ છે. તેઓ નવે. ર૦૧૮  થી હોદો સંભાળશે.

છેલ્લા ૩૦ થી ૪૦ વર્ષોમાં  વિશ્વના  સૌથી મોટા બીજા નંબરના  બિઝનેસ હબ તરીકે નામના મેળવનાર ચીન દેશની વ્યાવસાયિક પધ્ધતિ દ્વારા યુરોપના સ્ટુડન્ટસને માર્ગદર્શન આપવાની જવાબદારી તેઓ સંભાળશે તેઓ હાલમાં  શિકાગોમાં રહે છે. પરંતુ દર મહિને ૧૦  થી ૧પ દિવસ જેટલો  સમય ચીનના શાંધાઇ માં ગાળે છે. જયાં CEIBS  માં માર્કેટીંગ શીખવે છે.

(10:04 pm IST)
  • વડોદરા : તાંદલજા વિસ્તારમાં આમિર કોમ્પ્લેક્સ પાસે યુવકની હત્યા :પાર્કિંગના મામલે બોલાચાલી થતા યુવક પર થયેલ હુમલો જીવલેણ નીવડ્યો access_time 9:10 am IST

  • રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ પાસેના હેપ્પી કેબીન પાર્લરમાં પોલીસનો દરોડો :કેબિનમાં ગુટરગુ કરતા કહેવાતા પ્રેમીઓની કપલ કેબિનમાંથી નાસભાગ : કેબીન સંચાલકને પોલીસે દબોચી લીધો :રાજકોટના કાલાવડ રોડ ઉપર પણ ખુલ્લેઆમ કેબીન પાર્લર ચાલતા હોવાની ચર્ચા : સ્કૂલ અને કોલેજ આસપાસ બનાવતા પાર્લર access_time 1:45 pm IST

  • પતિ જો પત્નીને ઘરેથી કાઢી મુકશે તો પોલીસ મહિલાની મદદ કરશે, ડિવોર્સ ન થાય ત્યાં સુધી પત્ની પતિના ઘરે રહી શકે છે : સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ સંબોધી પત્રકાર પરિષદ, મહિલાઓ સામે થતા અત્યાચારને લઈને સતિષ શર્માએ આપ્યું નિવેદન access_time 8:03 pm IST