Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

' રિધમ ઓફ ઇન્ડિયા ' : ઇન્ડિયન અમેરિકન કલચરલ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે એટલાન્ટામાં યોજાઈ ગયેલો પ્રોગ્રામ : 12 એકેડેમિક ડાન્સ સંસ્થાઓએ ક્લાસિકલ ,ફોક ડાન્સ ,તથા બોલીવુડ ડાન્સ પેશ કર્યા : દર્શકો મંત્રમુગ્ધ

એટલાન્ટા : તાજેતરમાં 24 એપ્રિલના રોજ યુ.એસ.ના એટલાન્ટામાં ' રિધમ ઓફ ઇન્ડિયા ' પ્રોગ્રામ યોજાઈ ગયો. જેમાં એટલાન્ટાની 12 એકેડેમિક ડાન્સ સંસ્થાઓએ ક્લાસિકલ ,ફોક ડાન્સ ,તથા બોલીવુડ ડાન્સ પેશ કર્યા હતા.આ પ્રોગ્રામ ફેસ બુક તથા ઝૂમ માધ્યમથી પણ પ્રસારિત કરાયો હતો. જેને જોઈને દર્શકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

લાઇટિંગ, વિઝ્યુઅલ, કોરિઓગ્રાફી અને કોઓર્ડિનેશનની સરસ પરાકાષ્ઠા સમાન આ પ્રોગ્રામમાં વોલન્ટિયર્સ અને પ્રોગ્રામ ડિરેક્ટર્સ, ગીતા તાલુકદાર અને દેવયાની દેસાઇએ સાથ આપ્યો હતો. જે  ઇન્ડિયન અમેરિકન કલચરલ ઓર્ગેનાઈઝેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે આયોજિત કરાયો હતો.તેવું એનઆરઆઈ પી.દ્વારા જાણવા મળે છે.

(7:11 pm IST)