Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

એચ-1બી વિઝા ઉપર પ્રતિબંધ મુકવાના ટ્રમ્પના નિર્ણયનો ઉદ્યોગપતિઓ દ્વારા વિરોધ : દેશનો વિકાસ રૂંધાઇ જશે : યુ.એસ.ચેમ્બર ઓફ કોમર્સ,એમેઝોન,એપલ ,ટ્વીટર સહિતની જાયન્ટ કંપનીઓએ વિરોધ નોંધાવ્યો

વોશિંગટન : પ્રવર્તમાન કોવિદ -19 પરિસ્થિતિને ધ્યાને લઇ તેના ફેલાવાને અટકાવવા તથા સ્થાનિક નાગરિકોને રોજી મળી રહે તો બેરોજ,ગારી ભથ્થાનુ ભારણ ઓછું થાય તેવા આશયથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ એચ-1બી વિઝા ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂકી દીધો છે.
          ટ્રમ્પના આ નિર્ણયનો યુ.એસ.ચેમ્બર ઓફકોમર્સ,એમેઝોન,એપલ,ટ્વીટર,સહિતની જાયન્ટ  કંપનીઓએ વિરોધ કરતા જણાવ્યું છે કે કુશળ કર્મચારીઓની અછત દેશને પાછળ ધકેલી દેશે.તેમજ દેશનો આર્થિક  વિકાસ રૂંધાઇ જશે.

(9:18 pm IST)