Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

‘‘ગુજરાત કાર્ડ'': બિનનિવાસી ગુજરાતીઓને વતનની સરકારી કચેરીઓમાં કામ આટોપવા માટે પ્રાધાન્‍ય આપતું કાર્ડઃ હવે ઓનલાઇન અરજી કરી ઘેર બેઠા મેળવી શકાશે

ગાંધીનગરઃ વિદેશોમાં વસતા ગુજરાતીઓને વતનમાં આવેલી સરકારી ઓફિસોમાં પ્રાધાન્‍ય મળે તેમજ તેઓના વહીવટી કાર્યો માટે ધક્કા ખાવા ન પડે અને સરળતાથી કામ આટોપાઇ જાય ઉપરાંત માન્‍ય કરાયેલી ૬૦૦ જેટલી સંસ્‍થાઓમાં નક્કી કરાયેલું વળતર પણ મેળવી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ‘‘ગુજરાત કાર્ડ'' આપવામાં આવે છે.

આવા બિનનિવાસી ગુજરાતીઓ વિદેશોમાં કે ભારતના અન્‍ય રાજયોમાં સ્‍થાયી થયા હોય તો પણ ઘેરબેઠા આ કાર્ડ ઓનલાઇન મેળવી શકે તેવી સુવિધા શરૂ કરાઇ છે.

જે માટેનું ફોર્મ www.nri.gujarat.gov.in પર ભરી શકાશે જે માટે પોતાની ઓળખ તથા રહેઠાણના પૂરાવા આપવાના રહેશે. જેની નકલ તથા ફી પેટે રૂપિયા ૨૨૫ અથવા પાંચ અમેરિકી ડોલર એનઆરજીએફના બેંક ખાતામાં ડ્રાફટ,રોકડ,કે નેટ બેકિંગ દ્વારા જમા કરાવી શકાશે. બાદમાં આ કાર્ડ તૈયાર થયે પોસ્‍ટ દ્વારા મોકલી અપાશે. તેવું બિનનિવાસી વિભાગ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે.

 

(9:37 pm IST)