Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

અમેરિકાની સાયન્‍ટીફીક ઓપ્‍ટીકલ સોસાયટી દ્વારા પસંદ કરાયેલા ૧૬૯ મેમ્‍બર્સમાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન્‍સઃ દૃષ્‍ટિ વિજ્ઞાન તથા ફોટોનિકસ ક્ષેત્રે માર્ગદર્શન અપાશે

ન્‍યુયોર્કઃ યુ.એસ.ની ઓપ્‍ટિકલ સોસાયટીના ડીરેકટર્સ ઓફ બોર્ડ દ્વારા ૧૩ જુન ૨૦૧૮ના રોજ ૧૬૯ સિનીયર મેમ્‍બર્સને અધિકૃત કરી માન્‍યતા આપી છે. જેમાં અમુક ઇન્‍ડિયન અમેરિકન્‍સનો પણ સમાવેશ થયો છે.

સોસાયટી દ્વારા માન્‍યતા પ્રાપ્ત આ મેમ્‍બર્સ નિષ્‍ણાંતો દ્વારા દૃષ્‍ટિવિજ્ઞાન તથા ફોટોનિકસ ક્ષેત્રે માર્ગદર્શન અપાશે. જે માટે પસંદ થયેલા ઇન્‍ડિયન અમેરિકન્‍સમાં અનિરૂધ્‍ધ બેનરજી, સાંતનુ બાસુ, સ્‍વપ્‍નજીત ચક્રવર્તી, કમલ દાસ અચ્‍યુત દત્તા, સહિતનાઓનો સમાવેશ થાય છે.

(9:36 pm IST)