Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શિકાગોમાં યોજાનારા દબંગ ધ ટૂર રીલોડેડ ફન્સર્ટનું થનારૂ ભવ્ય આયોજનઃ સાહીલ પ્રોડકસનના અગ્રણી અને નેશનલ પ્રમોટર ભાવેશ પટેલ તથા સ્થાનિક ઓર્ગેનાઇઝર હેતલ પટેલે કીક ઓફ પાર્ટીનું કરેલું આયોજનઃ વિડિયો કોન્ફરન્સ દ્વારા ટોચના કલાકારો સાથે પત્રકારો તથા શુભેચ્છકોનો થયેલો વાર્તાલય

 (પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) જુન માસની ૨૩મી તારીખને શનિવારે શિકાગોમાં આવેલ સીઅર્સ એરીના સેન્ટરમાં બોલીવુડ ફીલ્મના જાણીતા અભિનેતા અને અભીનેત્રીઓનો એક દબંગ ધ ટૂર રીલોડેડ કન્સર્ટ નામનો એક સંગીતનો ભવ્ય શો રજુ થનાર હોવાથી તે અંગેની જરૂરી માહિતીઓ સ્થાનિક પત્રકારોને મળી રહે તેમજ તે અંગેની એક કીક ઓફ પાર્ટીનું આયોજન સ્કોકી ટાઉનમાં આવેલ હોલીડે ઇન હોટલના વીન્ડસર રૂમમાં કરવામાં આવ્યુ હતુ અને તે પ્રસંગે સ્થાનિક પત્રકારો શુભેચ્છકો તતા આમંત્રીત મહેમાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ શોના સાહીલ પ્રોડકસનના અગ્રણી ભાવેશ પટેલ તેમજ સ્થાનિક ઓર્ગેનાઇઝર હેટલ પટેલે એક કીક ઓફ પાર્ટીનું આયોજન કયુ૪ હતુ અને તે પ્રસંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા મુંબઇ સ્થિત બોલીવુડના સુપ્રસિધ્ધ કલાકારોમાં સલમાન ખાન, કટ્રીના કૈફ,જેકવીનીલ ફર્નાન્ડીઝ,સોનાક્ષી સિંહા, મનીષ પૌલ અને ડેઝી શાહે હાજરી આપી હતી.જો  કે આ પ્રસંગે આ ભવ્ય સંગીતના શોમાં પ્રભુ દેવા તથા ગાયક ગુરૂ રાધવા ખાસ શિકાગો પધારનાર છે તેઓ આ વિડિયો કોન્ફરન્સમાં હાજર રહી શકાય ન હતા.

આ કીક ઓફ પાર્ટીની શરૂઆતમાં સાહીલ પ્રોડકસનના અગ્રણી અને નેશનલ પ્રમોટર ભાવેશ પટેલે સૌ પત્રકારો તથા આમંત્રિત મહેમાનોને આવકાર આપ્યો હતો અને જૂન માસની ૨૩મી તારીખે સીઅર્સ એરીના સેન્ટરમાં જે ભવ્ય સંગીતનો શો યોજવામાં આવનાર છે જેમાં બોલીવુડના સુપ્રખ્યાત કલાકારો સલમાન ખાન, કેટ્રીના કૈફ, જેકવીલ ફર્નોન્ડીસ,સોનાક્ષી સિંહા, મનીષ પાલ, ડેઝી શાહ,પ્રભુ દેવા, તેમજ જાણીતા ગાયક ગુરૂ રાંધવા ભાગ લેનાર છે તેની આછેરી રૂપરેખા આપી હતી.

ત્યાર બાદ બાર વર્ષના સમયગાળા દરમ્યાન સલમાનખાન શિકાગો પધારી રહ્યા છે તે અંગે પૂછવામાં આવેલ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યુ હતું કે શિકાગોમાં વસવાટ કરકતા ભારતીય તેમજ અન્ય પરિવારના સભ્યોથી તેઓ પરિચિત છે અને આટલા લાંબા સમય બાદ તેઓ આ સંગીતના ચાહકોને ભૂલી શકયા નથી. આજથી ૧૨ વર્ષ પૂર્વે ૨૦૦૬ની સાલમાં તેઓ શિકાગો પધાર્યા હતા અને ત્યાર બાદ અનેક કાર્યક્રમોમાં તેઓ વ્યસ્ત હોવાથી અત્રે આવી શકાય ન હતા એવું તેમણે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું.

તેઓ હંમેશા માનવતા ભર્યા કાર્યોમાં અનેક પ્રકારની સખાવતો કરતા આવેલ છે અને તેમનું આ કાર્ય હંમેશા બિરદાવાને પાત્ર છે. સલામન ખાન બોલીવુડ ક્ષેત્રમાં એક ટોચના કલાકાર છે જે બીનાથી સૌ માહાતગાર છે.

શિકાગોમાં જે ભવ્યશોનુ આયોજન થનાર છે તેના એક ઓર્ગેનાઇઝર શાલીની સક્ષેનાએ જણાવ્યું હતું કે ૨૩મીજે શિકાગોમાં જે શો રજુ થનાર છે તે અંગે શિકાગોમાં વસવાટ કરતા તેના ચાહકો અત્યંત આનંદીત છે અને તેમના આગામનની આતુરતથી રાહ જોઇ રહ્યા છે બોલીવુડના આશોનું આયોજન સોહીલ ખાન પ્રોડકસને કરેલ છે અને તેમાં અનેક પ્રકારની આધુનિકતાનો સમાવેશ કરવામાં આવેલ છે અને તેને જોઇ પ્રેક્ષકો આફરીન પોકારી જશે એવું આ પ્રોડકસનના અગ્રણીઓ જણાવ્યુ હતુ.

બોલીવુડની જાણીતી અભિનેત્રીઓ સોનાક્ષી સિંહા અંગે તેઓ કેવા પ્રકારના ડાન્સો કરશે એવા પુછવામાં આવેલા પ્રશ્નોના પ્રત્યુત્તરમાં તેઓએ જણાવ્યુ હતું કે ફીલ્મી ગીતોની ધુન પર તેઓ ઉત્તમ પ્રકારના નવીન ડાન્સો શિકાગોની ધરતી પર કરશે અને અધતન લાઇટીંગ તેમજ સંગીત દ્વારા તેની રજુઆત કરવામાં આવશે.

જાણીતી સીને અભીનેત્રી તેમજ ડાન્સર ડેઝી શાહને કોઇ ગુજરાતી ડાન્સ આપ આ શો દરમ્યાન કરશો કે કેમ એવા પુછવામાં આવેલ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે તથા સલમાન ખાને જણાવ્યુ હતું કે આ અંગે ઘટતું કરવામાં આવશે. અમેરીકામાં મોટા પ્રમાણમાં અને તેમાં પણ શિકાગોમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે એટલે તમારી માંગણીને ધ્યાનમાં રાખીશુ.

સલમાન ખાને પત્રકારોને અંતમાં જણાવ્યુ હતુ કે અમો આ શોમાં જુના તેમજ નવા બોલીવુડના ફીલ્મી ગીતો રજુ કરીશુ.

આપની નવી મુવી રેસ-૩ હવે ટૂંક સમયમાંજ થીએટરોમાં રજુ થનાર છે તો તેના ગીતો અને તેમાં કરવામાં આવેલા નવીન ડાન્સો નિહાળવાની તક શિકાગોની પ્રજાને મળશે કે કેમ એવા પુછવામાં આવેલ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં સલમાનખાન અને જેકવીલ ફર્નાન્ડીઝે જણાવ્યુ હતું કે અમો તાજેતરમાં રીલીઝ થનારી ફીલ્મ  રેસ-૩ના ઘણા ગીતો શિકાગોમાં રજુ કરીશુ અને સાથે નવા નવા નૃત્યો પણ કરીશુ.

અભિનેતા સલમાનખાનનો પહેલો શો ૨૨મી જુને એટલાન્ટા શહેરમાં રજુ થશે અને બીજો શો ૨૩મી જૂને શિકાગોમાં રજુ થશે ગયા સપ્ટેમ્બર માસમાં આ શોના આયોજકોએ યુકેમાં તેનું આયોજન કર્યુ હતું જેમાં તેઓને ભારે સફળતા મળી હતી એવું નેશનલ પ્રમોટર ભાવેશ પટેલ તથા સ્થાનિક અગ્રણી પ્રમોટર હેતલ પટેલે અંતમાં જણાવ્યું હતું.

(11:49 am IST)