Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

" ઝીરો વેસ્ટ ઇનિશિએટિવ " : ભોજનનો બગાડ થતો અટકાવી વધારાનું ભોજન જરૂરિયાતમંદ લોકોને આપવાનું અભિયાન : ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ નિથીન પાર્થસ્વામીએ શરૂ કરેલા સેવાયજ્ઞને ભારે આવકાર

ઇરવિન : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા ઇર્વિનની નોર્થવુડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ નિથીન પાર્થસ્વામીએ અનોખો સેવા યજ્ઞ શરુ કર્યો છે.જે મુજબ રેસ્ટોરન્ટ,તેમજ ઘરોમાં કે દુકાનોમાં દિવસ દરમિયાન વધી પડતું ભોજન કચરાપેટીમાં જાય છે.આ ભોજન વર્તમાન કોરોના મહામારી વચ્ચે બેઘર અને બેરોજગાર બનેલા લોકો સુધી પહોંચાડવાથી તેમની આતરડી ઠરશે.તથા અનાજનો બગાડ થતો પણ અટકશે.આવી ભાવના સાથે શરૂ કરાયેલા અભિયાનને ચારે બાજુથી જબબર સમર્થન મળી રહ્યું છે.જે ભોજન નોનપ્રોફિટ સંસ્થાઓ મારફત વિતરણ કરાઈ રહ્યું છે.તેમજ આ સેવાકીય કાર્યમાં સાથ આપવા તેની સાથે અનેક સ્ટુડન્ટ વોલન્ટિયર્સ પણ જોડાયા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:36 pm IST)
  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST

  • 'અંફાન' વાવાઝોડાએ સર્જેલ ખાનાખરાબીનું નિરીક્ષણ અને કયાસ કાઢવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ઓડીશા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નીતિશકુમારે તેમને આવકારેલ અને નિરીક્ષણ માટે સાથે રવાના થયેલ. access_time 11:12 am IST

  • અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 3:49 pm IST