Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

H-1B વિઝા મામલે યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ : અમેરિકામાં અભ્યાસ કરનાર વિદેશી યુવાનોને અગ્રતા અપાશે

વોશિંગટન :  H-1B વિઝા મામલે યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ કરાયો છે.જેમાં અમેરિકામાં ઉચ્ચ ટેક્નોલોજી અભ્યાસ કરેલા વિદેશી કુશળ યુવાનોને  અગ્રતા આપવાની ભલામણ કરાઈ છે.
યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટમાં H-1B  અને  L-1 વિઝા નિયમોમાં ફેરફાર માટે રજુ કરાયેલા આ નવા ફેરફારનો અમલ યુ.એસ. સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન એક્ટ અંતર્ગત લાગુ કરાશે જેમાં સહુ પહેલા અમેરિકામાં ઉચ્ચ ટેક્નોલોજી સાથેનો અભ્યાસ કરનાર વિદેશી યુવાનોને  અગ્રતા આપવાની ભલામણ કરાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)
  • જમ્મુમાં ભારે બરફવર્ષા બાદ ૪૧.૫ જેટલી જોરદાર ગરમીનો કહેર : આ વર્ષે રેકોર્ડબ્રેક બરફવર્ષા બાદ જમ્મુમાં હવે ગરમી કહેર વરસાવી રહી છેઃ જમ્મુમાં શુક્રવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી અને લઘુતમ ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ હોવાનું હવામાન ખાતાએ જણાવેલઃ હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે મે ના અંત સુધીમાં જમ્મુમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે access_time 3:25 pm IST

  • ઓસમાણ મીરનો જન્મદિવસઃ શુભેચ્છાવર્ષાઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી access_time 10:26 am IST

  • લોકડાઉન દરમ્યાન મૂકેશ અંબાણીએ એકઠા કર્યા રૂ. ૬૪૦૦૦ કરોડ : દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન એશિયાના સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અંબાણીએ એવું કરી બતાડયું જે અંગે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ વિચારી ન શકે : લોકડાઉનના ૧ માસમાં તેમણે ૧૦ અબજ ડોલર એટલે કે ૬૪૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે આ રકમ તેમણે જિયોપ્લેટફોર્મ માટે મેળવ્યા છે : સર્વત્ર કામકાજ ઠપ્પ હતું ત્યારે તેમણે આ કામ નિપટાવ્યું : અમેરિકી કંપની કેકેઆર એન્ડ કંપનીએ જિયોમાં ૧૧૩.૭ અબજ રૂપિયા રોકવા જણાવ્યું છે તે ર.૩ ટકા હિસ્સેદારી ખરીદી રહ્યું છે : અંબાણીએ માર્ચ સુધીમાં રિલાયન્સને દેવામાંથી મુકત કરવાની જાહેરાત કરી છે access_time 3:25 pm IST