Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

OCI કાર્ડ હોલ્ડરોને રાહત : સરકારે નક્કી કરેલા નિયમો મુજબ હવે ભારતમાં આવી શકશે : જન્મથી જ વિદેશનું નાગરિકત્વ ધરાવતા બાળકોને પણ સાથે લાવી શકશે

ન્યુદિલ્હી : વગર વિઝાએ ભારતમાં અવરજવરની કાયમી પરવાનગી ધરાવતા ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા માટે ભારત સરકારે કોરોના વાઇરસના કહેરને કારણે વતનમાં આવવા ઉપર પ્રતિબંધો મૂકી દીધા હતા.જેના અનુસંધાને રજૂઆતો થતા તેમજ આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતનમાં લાવવાનું મિશન ચાલુ થઇ ગયા બાદ હવે ભારત સરકારે આ OCI  કાર્ડ હોલ્ડરોનો પ્રશ્ન પણ હાથ ઉપર લીધો છે.અને તેઓને અમુક શરતોને આધીન રહીને ભારતમાં આવી શકવાની પરવાનગી આપી છે.જે મુજબ
 જેઓ સગીર બાળકો સાથે ભારત આવવા માંગે છે, પછી ભલે તે બાળકોનો જન્મ વિદેશમાં થયો હોય.અથવા
 કુટુંબમાં કોઈની મૃત્યુ જેવી ઇમરજન્સીના કારણે આવવા માંગે છે. અથવા
પતિ કે  પત્નીમાંથી કોઈ એક પાસે ઓસીઆઈ કાર્ડ છે અને પાર્ટનર ભારતમાં રહેતા હોય અને અહિયાં તેમનું કાયમી ઘર છે.
તથા  વિદેશોમાં ભણતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જેમના માતા-પિતા ભારતમાં રહે છે.તેઓ હવે ભારત આવી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:29 am IST)