Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ચીનમાં કાર્યરત અમેરિકાની કંપનીઓને પછી બોલાવી લેવાશે : અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ રજુ

વોશિંગટન : કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ વાઇરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણાવી ચુક્યા છે. એટલુંજ નહીં સમગ્ર અમેરિકામાં ચીન વિરુદ્ધ નફરત ફેલાઈ ગઈ છે. તથા તેની સાથેના સબંધો તોડી નાખવાની તૈયારી કરી રહ્યા છે.તેવા સંજોગોમાં યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજૂ કરાયો છે.
" ધ બ્રિનગ અમેરિકન કંપની હોમ એક્ટ " હેઠળ રજુ કરાયેલા આ પ્રસ્તાવને માન્યતા મળશે તો ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ના મંડાણ થશે તેવો અભિપ્રાય પ્રવર્તી રહ્યો છે.
ઉલ્લેખનીય છે માત્ર અમેરિકા જ નહીં વિશ્વના મોટા ભાગના દેશો કોરોના વાઇરસના ફેલાવા માટે ચીનને જવાબદાર ગણાવી રહ્યા છે.તથા તેઓ પણ પોતાની કંપનીઓ ચીનમાંથી ખસેડી અન્ય દેશોમાં સ્થાયી કરવાનું વિચારી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:14 pm IST)