Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

" ભુખ્યાને ભોજન " : અમેરિકામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે વતનની સંસ્કૃતિ ઝળકાવી રહેલા ગુજરાતીઓ : ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના નેજા હેઠળ સેવા યજ્ઞ ચાલુ : જરૂરિયાતમંદ નાગરિકોને એક લાખથી વધુ ફૂડ પેકેટ વિતરણ કર્યા

ન્યુજર્સી : " ભુખ્યાને ભોજન " આપી તેમની આતરડી ઠારવાની ભારતીય સંસ્કૃતિ દિપાવવા  અમેરિકામાં કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગુજરાતીઓ વતનની સંસ્કૃતિ ઝળકાવી રહ્યા છે. જે અંતર્ગત  ઈન્ડો અમેરિકન કલચરલ સોસાઈટીના નેજા હેઠળ સેવા યજ્ઞ ચાલુ કરાયો છે. તથા જરૂરિયાતમંદ નાગરિકોને એક લાખથી વધુ ફૂડ પેકેટ વિતરણ કર્યા છે.

મહામારીના અસરગ્રસ્ત નોર્થ અમેરિકામાં લોકડાઉન સમયથી સતત સેવારત અને માનવતાના કાર્યમાં જોતરાયેલ લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન અને મૂળ ચરોતરના વતની યજ્ઞેશ પટેલ(યોગીભાઈ), જય ભારત ફૂડઝના ભરત પટેલ અને પાયોનિયર રિયાલિટી ગ્રુપના પરિમલ શાહે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના માધ્યમથી જરૂરિયાતમંદોને ભોજન અને અનાજ સહાયનો જનસેવા યજ્ઞ શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં એક લાખથી વધુ ફૂડ પેકેટ જરૂરિયાતમંદ નાગરિકોને પહોંચાડ્યા છે. આ અંગે મૂળ પાકિસ્તાની નાગરિક અને કેલિફોર્નિયા સ્ટેટના આર્ટેસિયા સિટીના મેયર અલી સાજીદ તાજે લેબોન હોસ્પિટલિટી ગ્રુપના ચેરમેન યોગી પટેલ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના સંચાલકોનો કોરોના મહામારી દરમિયાન કરવામાં આવતા સેવાકાર્યો માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

આ અંગે ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ પરિમલભાઈ શાહે જણાવ્યું હતું કે અમને ખુશી છે કે કોરોના લોકડાઉન દરમિયાન લેબોન હોસ્પિટિલિટી ગ્રુપ, ભારત ફૂડઝ અને ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા શરૂ કરવામાં આવેલ જોય ઓફ શેરિંગ અન્વયેની ફૂડ ડ્રાઈવમાં મેયર અલીતાજ અને પાકિસ્તાન અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના વકારખાન, ફાતિમાખાન સહિતના સભ્યોએ સક્રિય ભાગ લીધો હતો.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)