Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

પાકિસ્તાનને જાણે કે કોરોના વાઇરસનો કોઈ ડર જ નથી : ખુદ સુપ્રીમ કોર્ટએ તમામ બજારો સપ્તાહના સાતે દિવસ ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો : જો દુકાનો ખુલશે નહીં તો વેપારીઓ ભૂખ્યા મરી જશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કોરોના વાઇરસથી 42 હજાર જેટલા લોકો સંક્રમિત છે.તેમજ 900 જેટલા લોકો આ વાઇરસને કારણે મૃત્યુ પામ્યા છે.તેવા સંજોગોમાં પણ જાણે કે કોરોના વાઇરસનો કોઈ જ ડર ન હોય તેમ ખુદ સુપ્રીમ કોર્ટએ સપ્તાહના સાતે દિવસ શોપિંગ મોલ અને તમામ બજારો ખુલ્લી રાખવાનો આદેશ કર્યો છે.તથા આ આદેશના અમલમાં સહકાર આપવા સરકારને અનુરોધ કર્યો છે. કોર્ટે કરેલી ટિપ્પણીમાં એવું જણાવાયું છે કે જો દુકાનો ખુલશે નહીં તો વેપારીઓ ભૂખ્યા મરી જશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)