News of Tuesday, 22nd May 2018

‘‘યોગા ફોર ગુડ'': ઇન્‍ડિયન અમેરિકન શ્રી રાજુ અગરવાલે શરૂ કરેલી નોનપ્રોફિટ ઝુંબેશના માધ્‍યમથી ભારતની ૬૦ બાલિકાઓને શિક્ષિત કરી તેમના પરિવારોને પગભર કર્યા

સાનફ્રાન્‍સિસ્‍કોઃ ‘‘યોગા ફોર ગુડ'' ૨૦૧૫ની સાલમાં ગભરાટભર્યા હુમલાનો ભોગ બનેલા ઇન્‍ડિયન અમેરિકન રાજુ અગરવાલએ મેડીટેશનના માધ્‍યમથી સ્‍વસ્‍થતા મેળવતા સાન ફ્રાન્‍સિસ્‍કો મુકામે નોનપ્રોફિટ ‘‘વનપ્રોસ્‍પર ઇન્‍ટર નેશનલ''ની શરૂઆત કરી જેનો હેતુ યોગા દ્વારા શાંતિ અને સ્‍વસ્‍થતા મેળવ્‍યા બાદ ભારતની બાલિકાઓને શિક્ષણ માટે પ્રોત્‍સાહિત કરવાનો છે.

નોનપ્રોફિટ વનપ્રોસ્‍પર ઇન્‍ટરનેશનલ તથા ‘‘યોગા ફોર ગુડ''ના માધ્‍યમથી મેળવાતું ફંડ તેમણે બાલિકાઓને પાણી મેળવવા પાંચથી સાત કલાકનો સમય વેડફાતો બચાવી શિક્ષિત કરવા માટે વાપરવાનું શરૂ કર્યુ છે જેથી ૬૦ બાલિકાઓને શિક્ષિત કરી પગભર કરવામાં તેઓ નિમિત બની શકયા છે.

(12:42 am IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના : અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહયું કે આગામી મહિને થનારી કિમ જોંગ સાથેની મુલાકાતમાં વિલંબ થઇ શકે છેઃ બંને વચ્ચે ૧૨ જુને મુલાકાત થવાની છે access_time 4:27 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં દિલ્હીમાં કોંગ્રેસની સાયકલ રેલી :દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ અજય માકનના નેતુત્વમાં સાયકલ રેલી માનસિંહ રોડથી શરુ થઈને ઇન્ડિયા ગેટ પર પૂર્ણ :રેલીમાં કોંગ્રેસી નેતાઓ,કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા :રેલી દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ જોરદાર સુત્રોચાર access_time 1:13 am IST

  • યુપીના કૈરાના લોકસભા અને નુરપુર વિધાનસભા સીટની પેટા ચૂંટણીમાં 'આપ 'એ ઝંપલાવ્યું:રાષ્ટ્રીય લોકદલ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સમર્થન આપવા જાહેરાત :આ પહેલા ગોરખપુર અને ફુલપુર લોકસભા પેટાચૂંટણીમાં વિપક્ષની એકતાને કારણે ભાજપે પરાજયનો સામનો કરવો પડ્યો હતો access_time 1:11 am IST