Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

‘‘ જયાં વસે ગુજરાતી ત્‍યાં વસે ગુજરાત'' અમેરિકાના કોલંબસ સ્‍ટેટના મિસીસીપી ટાઉનમાં વસતા ગુજરાતીઓએ ધામધૂમપૂર્વક ‘‘હોલી ઉત્‍સવ'' ઉજવ્‍યોઃ કોલંબસ ટાઉન મેયર તથા આસી. ફાયર ઓફિસરએ હાજરી આપી

કોલંબસ : અમેરિકાના મિસીસીપી સ્‍ટેટના કોલંબસ ટાઉનમાં વસતા ગુજરાતી પ્રજાજનોએ  ધામધૂપૂર્વક ભારતનો લોકપ્રિય તહેવાર હોલી ઉત્‍સવ ઉજવ્‍યો હતો. કોલંબસ સીટી ગ્રાઉન્‍ડ ખાતે  કોલંબસની આસપાસમાં રહેતા સ્‍થાનિક લોકોના સહયોગથી  ઉજવાયેલા આ ઉત્‍સવ અંતર્ગત હોલિકા દહન કરાયુ હતુ. જે પ્રસંગે મિસીસીપી સ્‍ટેટના કોલંબસ ટાઉનના મેયર રોબર્ટ સ્‍મિથ  તથા આસીસ્‍ટન્‍ટ ફાયર ઓફિસર ડયુન હયુજીસએ પણ હાજરી આપી હોળી પ્રગટાવી હતી.

આ પ્રસંગે ગુજરાતી પ્રજાજનોએ  વાવાઝોડાથી અસરગ્રસ્‍ત લોકો માટેના મેયરના રાહત ફંડમાં ર૦૦૧ ડોલરનું ડોનેશન  આપ્‍યું હતુ તેવું શ્રી કેતન ખત્રીની યાદી જણાવે છે.

(12:00 am IST)
  • ઉમા ભારતી ચૂંટણી નહિં લડે : કેન્દ્રીય કેબીનેટ મંત્રી ઉમા ભારતીએ અમિત શાહને પત્ર લખી જણાવ્યંુ દોઢ વર્ષ સુધી ચૂંટણી નહિં લડે : પક્ષ આ પ્રસ્તાવનો સ્વીકાર કરે તેવી માંગ તેઓએ ઉઠાવી : સંગઠન માટે કામ કરવા તત્પરતા બતાવી access_time 5:31 pm IST

  • કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થનાર ગઠબંધન મુજબ કોંગ્રેસ ૨૪ અને ૨૦ બેઠક ઉપર ચૂંટણી લડશે access_time 5:31 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂ કરશે ચૂંટણીપ્રચાર : ૨૮મીએ મેરઠમાં જંગી જનસભાનું આયોજન access_time 4:01 pm IST