Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પાકિસ્તાનના લાહોરમાં આવેલો શાદમાન ચોક હવેથી ''ભગતસિંહ ચોક'' તરીકે ઓળખાશેઃ આ ચોકમાં વીર ભગતસિંહ સહિત ૩ ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ હતી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના લાહોરમાં ૨૩ માર્ચ ૧૯૩૧ના દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. લાહોરમાં ફાંસીની જગ્યા તરીકે ઓળખાતા શાદમાન ચોકનું નામ બદલી ભગતસિંહ ચોક રાખવાનું પ્રશાસને નક્કી કર્યુ છે તથા વીર ભગતસિંહને ક્રાંતિકારી નેતા તરીકે માન્યતા આપી છે. જે બાબત ફાંસીની ઘટનાના ૮૮ વર્ષ પછી સાકાર થતા ભગતસિંહ મેમોરીઅલ ફાઉન્ડેશનના ચેરમેન ઇમ્તિીયાઝ રાશિદ કુરેશીએ આવકારેલ છે.

સાથોસાથ તેમણે ભગતસિંહને નિશાન-એ-ખૈદરનો ખિતાબ આપવાની માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)
  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂ કરશે ચૂંટણીપ્રચાર : ૨૮મીએ મેરઠમાં જંગી જનસભાનું આયોજન access_time 4:01 pm IST

  • કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થશે : મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થનાર ગઠબંધન મુજબ કોંગ્રેસ ૨૪ અને ૨૦ બેઠક ઉપર ચૂંટણી લડશે access_time 5:31 pm IST