Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

" આજા ફસાજા" : અમારી કંપનીના મેમ્બર બની વિશ્વના દેશોની ફાઈવસ્ટાર હોટલોમાં રહેવાનો તથા ફરવાનો આનંદ માણો : દુબઈમાં અરેબિયન ટાઈમ્સ એન્ડ ટુરિઝમ કંપનીના નામે સેંકડો લોકોને મેમ્બર બનાવી લાખો ડોલરની છેતરપિંડી

દુબઇ : રજાઓમાં જુદા જુદા દેશોની મુલાકાત લઇ મજા માણવા અમારી કંપનીના લાઈફ ટાઈમ મેમ્બર બનો અને ભારત સહિતના દેશોની ફાઈવસ્ટાર હોટલો તથા રિસોર્ટ્સમાં રહેવાનો અને ફરવાનો આનંદ માણો તેવી લલચામણી જાહેરાતો આપી દુબઈની અરેબિયન ટાઈમ્સ એન્ડ ટુરિઝમ કંપનીના નામે સેંકડો લોકોને મેમ્બર બનાવી લાખો ડોલરની છેતરપિંડી કર્યાનો ચોંકાવનારો કિસ્સો સ્થાનિક સમાચાર પત્ર ગલ્ફ ટાઈમ્સ  દ્વારા પ્રકાશમાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ જુદા જુદા દેશ અને ત્યાંના પ્રવાસના દિવસો મુજબ જુદી જુદી ફી આ ટાઈમ શેર સ્કીમ મારફત લેવામાં આવતી હતી.ઉપરાંત દુબઇ શારજાહ અજમાન સહિતના શહેરોમાં આવેલી હેલ્થ ક્લબમાં તેમજ રેસ્ટોરન્ટ અને કોફી શોપ અને ઓપ્ટિકલ શોપ્સમાં ડિસ્કાઉન્ટ મળશે તેવી લલચામણી જાહેરાતો આ બનાવટી કંપની દ્વારા કરવામાં આવતી હતી.

આ કંપનીએ 200 જેટલા મેમ્બર્સની 4 મિલિયન દિરહામ જેટલી રકમ હડપ કરી લીધી હોવાનો અંદાજ છે.જે પૈકી 30 જેટલા લોકોએ ગલ્ફ ન્યૂઝની મુલાકાત લઇ પોતાની આપવીતી વર્ણવી હતી.જેના અનુસંધાને  સમાચાર પત્ર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ (DED) ના કન્ઝ્યુમર પ્રોટેક્શન વિભાગના ડિરેક્ટરનો સંપર્ક કરતા તેમણે આ કંપની અસ્તિત્વમાં ન હોવાનું જણાવ્યું હતું તથા કંપનીના લાઇસન્સની મુદત પણ પુરી થઇ ગઈ હોવાનું જણાવ્યું હતું તેમજ આવી લાઇસન્સ રીન્યુ ન કરાવનાર કંપની સાથે કોઈપણ જાતનો વહેવાર ન કરવા લોકોને ચેતવ્યા હતા.

તેમણે છેતરાયેલા ગ્રાહકોને રિફંડ મેળવવા કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપી હતી.પરંતુ 6 થી 16 હજાર દિરહામ જેટલી રકમ ભરી મેમ્બર બનેલા ગ્રાહકોને કાયદેસર કાર્યવાહી કરવા વકીલ ફી નો ખર્ચ પણ વેડફવા જેવું લાગ્યું હતું તેથી તેમણે આ રકમ જતી કરવાનું મુનાસીબ માન્યું હતું જોકે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ દ્વારા કંપની અંગે તપાસ કરવામાં આવી રહી છે.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:45 am IST)