Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

‘‘T સેલ કેન્‍સર થેરાપી'': શરીરમાં રહેલા Tસેલને એક જગ્‍યાએ કેન્‍દ્રિત કરી કેન્‍સરની ગાંઠ ઓગાળતું સંશોધનઃ યુ.એસ.માં ટેકસાસના કેન્‍સર પ્રિવેન્‍શન ઇન્‍સ્‍ટીટયુટ દ્વારા ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી નવિન વરદરાજનના સંશોધનને આગળ વધારવા ગ્રાન્‍ટ મંજુર

હયુસ્‍ટનઃ યુ.એસ.માં યુનિવર્સિટી ઓફ હયુસ્‍ટનના કેમિકલ એન્‍ડ બાયોમોલેકયુલર એન્‍જીનીયરીંગ ડીપાર્ટમેન્‍ટના એશોશિએટ પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી નવિન વરદરાજનને કેન્‍સર પ્રિવેન્‍શન એન્‍ડ રિસર્ચ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકસાસએ T સેલ કેન્‍સર થેરાપી સંશોધન આગળ વધારવા માટે ગ્રાન્‍ટ મંજુરી કરી છે.  યુનિવર્સિટીના ૨ સંશોધકોને મંજુર કરાયેલી આ ગ્રાન્‍ટ માટે તેમણે સ્‍થાન હાંસલ કર્યુ છે.

શરીરમાં રહેલા T સેલને એક જગ્‍યાએ કેન્‍દ્રિત કરી કેન્‍સરની ગાંઠ ઓગાળી નાખવાના શ્રી વરદરાજનના સંશોધનને ઇન્‍સ્‍ટીટયુટએ બિરદાવી આગળ વધારવા પ્રોત્‍સાહન આપવાનું નક્કી કર્યુ છે જે માટે ગ્રાન્‍ટ મંજુર કરાઇ છે.

(11:05 pm IST)