Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

‘‘સાઉથ એશિઅન વીમેન એમ્‍પાવરમેન્‍ટ પ્રોગ્રામ'': યુ.એસ.ના ન્‍યુયોર્કમાં ૭ માર્ચ ૨૦૧૮ના રોજ સમાજની અગ્રણી સાઉથ એશિઅન મહિલાઓનું મિસ વર્લ્‍ડ માનુષી છિલ્લર તથા શ્રી દિલીપ ચૌહાણના હસ્‍તે સન્‍માન કરાયું

ન્‍યુયોર્કઃ યુ.એસ.માં સૌપ્રથમવાર ન્‍યુયોર્ક મુકામે સુપ્રસિધ્‍ધ પ્રમોટર તથા ટીવી હોસ્‍ટ સુશ્રી બિન્‍દુ કોહલી દ્વારા ૭ માર્ચ ૨૦૧૮ના રોજ સાઉથ એશિઅન વીમેન એમ્‍પાવરમેન્‍ટ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં સમાજના મહિલાઓનું મિસ વર્લ્‍ડ માનુષી છિલ્લરના વરદ હસ્‍તે સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે ન્‍યુયોર્ક સ્‍ટેટ સેનેટર જોસ પેરાલ્‍ટાએ દરેકને સેનેટ ઓનર આપી સન્‍માનિત કર્યા હતા. જે નાસ્‍સાઉ કાઉન્‍ટી પૂર્વ ડેપ્‍યુટી કન્‍ટ્રોલર શ્રી દિલીપ ચૌહાણને હસ્‍તે અર્પણ કરાયા હતા. તેવું સુશ્રી બિન્‍દુ કોહલીના ફોટો સૌજન્‍ય સાથે શ્રી રોઝ NYની યાદીમાં જણાવાયું છે.

(9:51 pm IST)