Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

હજુ ચાર દિવસ પહેલા જ ગલ્ફ દેશોમાંથી પરત આવેલી 32 વર્ષીય મહિલાનું અપહરણ : કેરાલાની વતની મહિલા બિંદુ ગલ્ફમાં સુપર માર્કેટમાં નોકરી કરતી હતી : સોનાની દાણચોરી કરીને વતનમાં આવ્યાની શંકાના આધારે 15 શખ્સોએ અડધી રાત્રે અપહરણ કર્યું

કેરળ : કેરાલાના કુર્તિકીકડની વતની મહિલા 32 વર્ષીય બિંદુનું ગઇરાત્રે 2 વાગ્યે તેના ઘરમાંથી અપહરણ થયું હોવાનું જાણવા મળે છે.

બિંદુ ગલ્ફમાં આવેલા સુપર માર્કેટમાં નોકરી કરતી હતી . તે પોતાની સાથે દાણચોરીનું સોનુ મોટા જથ્થામાં લાવી હોવાની હુમલાખોરોને શંકા જતા અડધી રાત્રે બે વાગ્યે 15 જેટલા શસ્ત્રસજ્જ લોકોએ તેના ઘર ઉપર હુમલો કર્યો હતો.તેથી મહિલાના પતિએ પોલીસને ફોન કર્યો હતો પરંતુ પોલીસ આવે ત્યાર પહેલા હુમલાખોરો બિંદુને ઉઠાવી જઇ નાસી જવામાં સફળ થયા હતા.પોલીસે અજાણ્યા હુમલાખોરો વિરુદ્દ ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી દીધી છે તેવું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:43 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • વાહ !!! ક્લાઈમેટ ચેન્જની ચર્ચા દરમિયાન યુએનએસસીની બેઠકમાં ભારતે પ્રથમ વખત સંસ્કૃતનો ઉપયોગ કર્યો : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકરે શુકલા યજુર્વેદના ટૂંકી સ્તુતિ સાથે ભારતના સંબોધનની શરૂઆત કરી હતી. access_time 11:19 pm IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST