Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

યુ.એસ.માં જર્સી સિટીના ' સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યુજર્સી ' પ્રેસિડન્ટ ડો.મહેન્દ્ર શાહના લઘુબંધુ અજયકુમાર શાહનું અકાળે અવસાન : મલ્ટી ઓર્ગન ફેઇલિયોર કોરોનાને કારણે 65 વર્ષની વયે નિધન

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.માં  જર્સી સિટીના  ' સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યુજર્સી  ' પ્રેસિડન્ટ ડો.મહેન્દ્ર શાહના લઘુબંધુ અજયકુમાર શાહ  (  સંકલ્પ રેસ્ટોરન્ટ એડિસન ) નું  અકાળે 65 વર્ષની વયે  મલ્ટી ઓર્ગન ફેઇલિયોર કોરોનાને કારણે અવસાન થયું છે.

તંદુરસ્ત જીવન જીવતા ,સદાય મુખ ઉપર મૃદુ હાસ્ય સાથે અનેકવિધ સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા મોત સામે પણ પુરા  ઝનૂનથી લડ્યા ,અંતે ઝૂક્યા , અને બહાદુરીથી સ્વર્ગે સિધાવ્યા.

સદગતના આત્માને ચીર શાંતિ મળે તેવી પ્રભુ પ્રાર્થના .તેઓને અંજલિ આપવા વર્ચ્યુઅલ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલ.જેમાં બહોળી સંખ્યામાં આપ્તજનો ,તેમના સગાસંબંધીઓ ,વડીલો ,વગેરે સાથે શ્રીમતી  વર્ષા જોશીના મધુર કંઠે ભાવગીતો  ,અંજલિ ગીતો ,સાથે અંજલિ આપવામાં આવેલ.સદગત તેમની પાછળ પત્ની દીપિકા ,ત્રણ બાળકો  ,સહીત બહોળું કુટુંબ છોડી ગયા છે.તેવું શ્રી મહેન્દ્ર શાહ દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)
  • 'આપ'ના રાજભા ઝાલાને માત્ર ૧૧૨૦ મત મળ્યા : બીજા રાઉન્ડના અંતે બપોરે ૨ વાગે 'આપ'ના અગ્રીમ નેતા અને ભાજપના સ્ટેન્ડીંગ ચેરમેન રહી ચૂકેલા, ભાજપ સામે ઉપવાસ આંદોલન કરનાર શ્રી રાજભા ઝાલાને પ્રજાએ સંપૂર્ણ જાકારો આપ્યો છેઃ બીજા રાઉન્ડના અંતે રાજભાને ૧૧૨૦ મત મળ્યા છેઃ જયમીન ઠાકરને ૩૮૪૫, મનીષ રાડીયા ૩૪૩૫૭ access_time 3:57 pm IST

  • મતદારોએ આખે આખી પેનલો વીજયી બનાવીઃ નવી પેટર્ને આશ્ચર્ય સર્જયુઃ એક પણ વોર્ડમાં ક્રોસ વોટીંગ નહી! access_time 3:58 pm IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST