Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમેરીકાના કેલિફોર્નિયામાં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી : ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીતનું ગાન ,મનનીય ઉદ્દબોધનો ,તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરાયેલી ધામધૂમ પૂર્વક ઉજવણી

કેલિફોર્નિયા : આર્ટેસિયા કેલિફોર્નિયામાં 24 જાન્યુઆરી 2021. ના દિવસે સધર્ન કેલિફોર્નિયાના ભારતીય સમુદાયોના ગોપિયો અને લાયન્સ ક્લબ  લિટલ ઈન્ડિયાના ઓરેંજ કાઉન્ટી વગેરેઓએ સાથે મળીને  ભારતના પ્રજાસત્તાક દિવસની  ઝુમ ઉપર ઉજવણી કરી હતી. મિ. ભૂટાની એ ભાગ લેનાર સૌને આવકારીને ભૂતકાળની વિવિધ પ્રવ્રિત્તિ ઓ નું વિવરણ કર્યું હતું.  તેમજ ભારત અને અમેરીકન રાષ્ટ્રગીતનું ગાન કરવામં આવ્યું હતું...ત્યારબાદ   શ્રી પ્રકાશ પંચોલીએ કેવી રીતે માનનિયશ્રી ડૉ.આંબેદકરે અને  બંધારણ સભાએ  ૮ આર્ટિકલમાં બંધારણ નો સમાવેશ કરેલો  આ ૮ આર્ટિકલ ની વિગતવાર માહિતી શ્રી પ્રકાશ પંચોળીએ રજુ કરી.  ભારત દેશ ના  બંધારણ માંથી ૪૪૬ કલમોની ઉપસ્થિત અમેરિકન શહેરો ના માનનીય મેયરો ને સમજ પાડી ને લોકશાહી ની મિસાલ અમેરિકા માં રજુ કરી.  આ પ્રસંગે ઉપસ્થિત ભારતિય રાજદુતશ્રી નાગેન્દ્ર પ્રસાદ દ્વારા  ભારતીય લોકશાહી પરત્વે મનનિય પ્રવચન રજુ કરવામાં આવ્યું અને સૌને આ પ્રસંગની શુભેચ્છાઓ પાઠવી. સાવિત્રી એકેડેમીના વિધ્યાર્થીઓ  દ્વારા ગણેશ વંદના દ્વારા સાંસ્ક્રુતિક કાર્યક્રમ શરૂ થયો. લખનૌ થી નેહા તથા અનુજ મિશ્રા એ અતિથિ કલાકાર તરીકે સુંદર કથ્થક ન્રૂત્ય રજુ કર્યું. લિમકા વિશ્વ રેકર્ડ મા સ્થાન પામનાર કુ. વિનયની એ પ્રેક્ષકો ને મોહી લીધા. આ સુંદર કાર્યક્રમ ના આયોજક શ્રી અમ્રુત ભંડારી, અજય ખેતાણી, વિલાસ જાદવ, રમેશ રામનાની. મોહન શર્મા, કાંતિભાઈ શાહ હતા. સંપાદન કર્તા શ્રી પ્રકાશ પંચોળી એ આભાર વિધી કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું એમ કાન્તિભાઈ મિસ્ત્રી અને હર્ષદભાઈ શાહની અખબારી યાદી જણાવે છે.  

(5:59 pm IST)
  • ભારત- ઇંગ્લેન્ડ વ્હાઇટ બોલ સિરીઝમાં દિનેશ કાર્તિક બનશે કોમેન્ટેટર : તમિલનાડુના બેટ્સમેન દિનેશ કાર્તિક ભારત – ઈંગ્લેન્ડ વચ્ચે વ્હાઇટ બોલ સિરીઝમાં કોમેન્ટ્રી કરશે : 5 ટી -20 અને ત્રણ ત્રિદિવસીય મેચમાં કોમેન્ટ્રી કરશે જે 12મી માર્ચથી શરૂ થશે access_time 11:08 pm IST

  • રાજકોટ વોર્ડ નં.૧૬ ભાજપના રૂચીતાબેન જોશી માત્ર ૧૧ મતથી જીત્યાઃ ફરી ગણતરીની માંગની શકયતા :વોર્ડ નં.૧૬ના ભાજપના ઉમેદવાર રૂચીતાબેન જોશીને ૮૬૦૦ અને કોંગ્રેસના રસિલાબેન ગેરૈયાને ૮૫૮૯ મત મળેલ માત્ર ૧૧ મતનો ફર્ક પડતા કોંગ્રેસ ફરીથી મતગણતરી કરાવે તેવી શકયતા access_time 3:59 pm IST

  • અમિતભાઈ શાહ અત્‍યારે ૩:૩૦ વાગ્‍યાની આસપાસ અમદાવાદ આવી પહોંચ્‍યા છે : સાંજે ૭ વાગ્‍યે ખાનપુર કાર્યાલય ખાતે ભાજપના વિજયોત્‍સવમાં તેઓ જોડાશે તેમ મનાય છે : આ વિજયોત્‍સવમાં વિજયભાઇ રૂપાણી તથા સી.આર.પાટીલ પણ ભાગ લેશે access_time 4:13 pm IST