Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

દુબઇ વેરહાઉસમાં આગ લાગતા અનેક ભારતીયોનો સામાન બળીને ખાખ : ઘરવખરી તથા કિંમતી વસ્તુઓ વતનમાં મોકલવા માટે ચૂકવેલા હજારો દિરહામનું નુકશાન : મોટા ભાગના ભારતીયો કેરળના વતની હોવાથી કેરળ હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો

કેરળ : દુબઈમાં સ્થાઈ થયેલા અનેક ભારતીયોએ  કોવિદ -19 ના કારણે નોકરી ગુમાવતા વતનમાં પરત ફરવાની નોબત આવી હતી.આથી તેઓએ પોતાની ઘરવખરી વતનમાં મોકલવા માટે હજારો દિરહામ ચૂકવી પોતાનો સામાન વેરહાઉસને સોંપ્યો હતો.પરંતુ વેરહાઉસમાં આગ લાગવાથી આ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.ઉપરાંત સામાન વતનમાં મોકલવાના ભાડા પેટે ચૂકવેલા હજારો દિરહામ પણ ગુમાવવા પડ્યા હતા.

આ ભારતીયોમાં મોટા ભાગના કેરળના વતની હોવાથી તેઓએ કેરળ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.અને પોતાને થયેલા નુક્શાનનું વળતર મળે તે માટે  કેન્દ્ર સરકાર દ્વારા પગલાં લેવામાં આવે તેવી  અરજ કરાઈ છે.
ઘણા ભારતીયો એવા પણ છે જેઓ હજુ દુબઈમાં જ છે અને પોતે કરેલી મહેનતની કમાણીમાંથી વતન સ્થિત પરિવારને કિંમતી વસ્તુઓ મોકલાવી હતી.આથી કેરળ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ઘટ્તું કરવા જણાવતા કેન્દ્ર સરકારે અબુધાબી સ્થિત ભારતીય દૂતાવાસને યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:00 pm IST)
  • ગૂગલની પ્રસિદ્ધ એપ્પ ગુગલ પ્લે મ્યુઝિક થશે બંધ : છેલ્લા આઠ વર્ષથી ચાલતી આ એપને સંપૂર્ણપણે બંધ કરવા નિર્ણય :એવું મનાય છે કે ગુગલ પ્લે મ્યુઝિકને યુટ્યુબ મ્યુઝિક એપથી રિપ્લેસ કરાશે :ગૂગલે ડિસેમ્બર 2020માં પ્લે મ્યુઝિકનું સંચાલન બંધ કર્યું હતું જેને હવે યૂટ્યૂબ મયુઈકમાં બદલાવી રહ્યાં છે access_time 11:25 pm IST

  • દેશમાં કોરોનાના ધીમીગતિએ વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,462 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,29,326 થઇ :એક્ટિવ કેસ 1,44,027 થયા: વધુ 13,659 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,24,146 થયા :વધુ 100 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,598 થયા access_time 9:01 am IST

  • મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો : મહારાષ્ટ્ર બોર્ડરના જિલ્લામાં એલર્ટ : આરોગ્યમંત્રીએ જિલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી :કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ : મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનિંગ કરાશે : મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ access_time 11:20 pm IST