Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

યુ.એસ.માં કનેક્ટિકટની પેટા ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી હેરી અરોરાનો વિજય

કનેક્ટીકટ : તાજેતરમાં અમેરિકાના કનેક્ટિકટમાં યોજાઈ ગયેલ પેટા ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન ઉમેદવાર શ્રી હેરી અરોરાએ વિજય મેળવ્યો છે.તેમને 55 ટકા મતો મળ્યા હતા જયારે તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવારને 45 ટકા મતો મળ્યા હતા.

શ્રી હેરી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાઉન્ડર છે.હાલમાં યોજાયેલી પેટા ચૂંટણીની મુદત નવેમ્બર માસમાં પુરી થશે ત્યારે મુખ્ય ચૂંટણીમાં પણ તેમણે ઉમેદવારી નોંધાવવાની ઘોષણાં  કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)
  • રાજકોટના મવડી ચોકડી પાસે યુવક પર છરીના ઘા ઝીકાયા : મવડી ચોકડી પાસેના બાપા સીતારામની ઘટના: હોન્ડા અથડાવવા બાબતે છરીના ઘા માર્યા : ઘવાયેલ યુવક સિવિલમાં દાખલ access_time 12:10 am IST

  • મોદી સરકાર કેન્દ્રીય પ્રધાનો અને કર્મચારીઓ માટે વોટ્સએપ જેવી મેસેન્જર સેવા લોન્ચ કરી રહ્યાનુ જાણવા મળે છે : તમામ સરકારી કામકાજના સંદેશ વ્યવહાર આ એપ મારફત જ કરવાના રહેશે : આ મોબાઈલ એપ મેસેન્જરને ગીમ્સ (GIMS-ગર્વમેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજીંગ સર્વિસ)ના નામે ઓળખાશે જેને આ વર્ષમાં જ કાર્યરત કરવામાં આવશે access_time 6:36 pm IST

  • ઓસ્ટ્રેલિયન ઓપન : દિવિજે પુરૂષ ડબલ્સના બીજા રાઉન્ડમાં કરી એન્ટ્રી : જોકોવિચ, સેરેના અને ઓસાકા ત્રીજા રાઉન્ડમાં થયા દાખલ access_time 3:15 pm IST