Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભારતીય મૂળના અમેરિકન શીખ યુવકે ઇતિહાસ રચ્યો : ટેક્સાસના હેરિસ કાઉન્ટરીમાં ડેપ્યુટી કોન્સ્ટેબલ બન્યા

અમેરિકામાં પ્રથમ પઘડીધારણ કરનાર કાનૂન પ્રવર્તન અધિકારી

ભારતીય મૂળનાં અમેરિકન અમૃત સિંહે અમેરિકી રાજ્ય ટેક્સાસની હેરિસ કાઉન્ટીમાં ડેપ્યુટી કોન્સ્ટેબલ બનીને ઈતિહાસ રચ્યો છે. તેઓ અમેરિકામાં પ્રથમ પઘડીધારણ કરનાર કાનૂન પ્રવર્તન અધિકારી છે. સિંહએ પહેલા અધિકારી હશે જે ડ્યૂટી દરમ્યાન પોતાની ધાર્મિક ચિન્હો પાઘડી, દાઢી અને લાંબા વાળ રાખી શકશે

   21 જાન્યુઆરી પણ એતિહાસિક રહ્યો હતો કારણ કે નવી નીતિના અમલીકરણથી સિંહને તેમના ધાર્મિક ચિન્હો ધારણ કરાવનો માર્ગ સાફ થઈ ગયો. નવી નીતિ અનુસાર હેરિસ કાઉન્ટીનાં લગભગ તમામ કોન્સ્ટેબલ ઓફિસમાં પ્રવર્તન અધિકારીઓ તેમના ધાર્મિક પ્રતીકોને વર્દી સાથે પહેરી શકે છે. એટલે કે શીખ જ્યારે ફરજ પર હોય ત્યારે તેઓ પાઘડી અને દાઢી ધારણ કરી શકે છે.

(12:32 am IST)