Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

''અમેરિકન સોસાયટી ઓફ ઇન્ડિયન એન્જીનીઅર્સ એન્ડ આર્કિટેકટસ'': ટેકસાસમાં ૧૦ જાન્યુ.ના રોજ યોજાયેલ ૨૦૧૯ની સાલના હોદેદારો ચૂંટણીમાં શ્રી શૌરી નંદગિરી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઇ આવ્યા

હયુસ્ટનઃ યુ.એસ.માં ''અમેરિકન સોસાયટી ઓફ ઇન્ડિયન એન્જીનીયર્સ એન્ડ આર્કિટેકટસ ''(ASIE)''ની ૨૦૧૯ની સાલ માટેની એકઝીકયુટીવ કમિટીની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી.

ટેકસાસમાં આવેલા ઇન્ડિયા હાઉસ ખાતે ૧૦ જાન્યુ.૨૦૧૯ના રોજ આ માટે યોજાયેલા બફેટ ડીનર પ્રોગ્રામમાં ૯૦ મેમ્બર્સ હાજર રહ્યા હતા. તથા નીચે મુજબના હોદેદારો ચૂંટાઇ આવેલા ઘોષિત થયા હતા.

શ્રી શૌરી નંદગિરી પ્રેસિડન્ટ, શ્રી ચૈતન્ય જાંપા વાઇસ પ્રેસિડન્ટ, સુશ્રી અર્ચના શર્મા સેક્રેટરી, શ્રી ચેતન વ્યાસ ટ્રેઝરર, તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તથા બોર્ડ ઓફ ડીરેકટર્સમાં શ્રી શિરીષ મેડીચેટ્ટી, શ્રી શેખર અંબાદાપુડી, સુશ્રી વિશાખા કૌશિક, શ્રી અપૂર્વ કુમાર, તથા શ્રી રઘુ વેતૂરીએ સ્થાન મેળવ્યું હતું. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)