Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર સુશ્રી કમલા હેરીસનો વિક્રમઃ ડેમોક્રેટ ઉમેદવાર તરીકે પ્રેસિડન્ટ પદની ચૂંટણી લડવાની ઘોષણાં કરતાં જ ૨૪ કલાકમાં ૧૫ લાખ ડોલરનું ચૂંટણી ફંડ ભેગુ થઇ ગયું: ૩૮ હજાર ડોનરોએ ઝોળી છલકાવી દીધી

વોશીંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઇન્ડિયન અમેરિકન મહિલા સેનેટર ૫૪ વર્ષીય સુશ્રી કમલા હેરીસએ સોમવારે ઘોષણાં કરવાની સાથે જ તેમના ચૂંટણી ફંડ માટે ૩૮ હજાર જેટલા ડોનર્સએ ૧૫ લાખ ઉપરાંત ડોલરનું ફંડ ભેગુ કરી દેવાનો વિક્રમ સર્જી દીધો છે.

તેમણે સોમવારે પ્રેસિડન્ટ તરીકે ચૂંટણી લડવાની ઘોષણાં કરી તે દિવસે સમગ્ર અમેરિકા મહાત્મા ગાંધીમાંથી પ્રેરણાં મેળવનાર માર્ટીન લ્યુથરનો જન્મદિવસ મનાવી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૨૦૨૦ની સાલમાં પ્રેસિડન્ટ પદની ચૂંટણી યોજાયાની છે. જેમાં વર્તમાન રિપબ્લીકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી લડે તો સુશ્રી કમલા તેમને ટક્કર આપશે. તેઓ ભારતીય મૂળના સૌપ્રથમ મહિલા સેનેટર છે. તથા ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદ માટેના ટોપ ટેન ઉમેદવારોમાં સ્થાન ધરાવે છે.

(8:01 pm IST)