Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

તમારી વીઝા અરજીમાં ભૂલ છે તે સુધારવા ૨૩૦૦ ડોલર બેંકમાં જમા કરાવો : હોંગકોંગમાં કોન્‍સ્‍યુલેટ ઓફિસ અધિકારીના નામે બનાવટી ફોન કરી ભારતીય યુવતિને છેતરવાનું કૌભાંડ પકડાયું

હોંગકોંગ : હોંગકોંગમાં Ph.D.નો અભ્‍યાસ કરી રહેલી ભારતીય મૂળની યુવતિને ફોન દ્વારા ૨૩૦૦ ડોલર બેંક ખાતામાં જમા કરાવવાની સુચના આપી છેતરપીંડી કરવાનો પ્રયાસ થયાની ઘટના બહાર આવી છે.

પ્રાપ્‍ત વિગત મુજબ આ યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યા મુજબ તેણે વીઝા માટેની અરજીમાં જન્‍મ તારીખ બરાબર લખી નહીં હોવાથી કોન્‍સ્‍યુલેટ ઓફિસના સ્‍ટાફ તરફથી ફોન છે તેમ જણાવાયું હતું. પરંતુ તેણે તપાસ કરતા આવો કોઇ ફોન કોન્‍સ્‍યુલેટ ઓફિસમાંથી કરાયો નહતો.

ઉલ્લેખનીય છે કે હોંગકોંગમાં આવા બનાવટી ફોન દ્વારા નાણાં ખંખેરવાનું કારસ્‍તાન ચાલી રહ્યું છે. જેનો ભોગ બનતા વિદેશી નાગરિકો પૈકી મોટા ભાગના ભારતીય જોવા મળ્‍યા છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે  છે.

(11:33 pm IST)