Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમેરિકામાં ન્‍યુયોર્કના ૧૧મા ડીસ્‍ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ઉમેદવારી નોંધાવતા ગુજરાતી અમેરિકન મુસ્‍લિમ યુવાન શ્રી ઓમાર વૈદ : અમેરિકાના આર્થિક વિકાસમાં ઇમીગ્રન્‍ટસ પ્રજાજનોના યોગદાનને ધ્‍યાને લઇ અમેરિકન ડ્રીમ સાચુ પાડવાની નેમ : પ્રાઇમરી ચૂંટણી ૨૬ જુન ૨૦૧૮ના રોજ

ન્‍યુયોર્ક :  અમેરિકામાં ન્‍યુયોર્કના ૧૧મા ડીસ્‍ટ્રીકટમાંથી ગુજરાતી અમેરિકન મુસ્‍લિમ યુવાન ઓમાર વૈદએ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી છે.

ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી સાથે સંકળાયેલા યુવાન ઓમારના મત મુજબ ઇમીગ્રન્‍ટસ પ્રજાના હિસાબે અમેરિકાનો આર્થિક વિકાસ ઝડપી બની શકયો છે. વિવિધ સંસ્‍કૃતિઓ દ્વારા એકતા થકી અમેરિકાનું ડ્રીમ સાચુ પાડવાની તેઓ નેમ ધરાવે છે.

ડેમોક્રેટ ઉમેદવાર તરીકે લડવા ઇચ્‍છુક આ યુવાને અન્‍ય પાંચ ડેમોક્રેટ ઉમેદવારો સાથે ટકકર લેવી પડશે. પ્રાઇમરી ચૂંટણી  ૨૬ જુન ૨૦૧૮ના રોજ છે. જેમાં વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન સામે પ્રાઇમરી ચૂંટણી માં વિજેતા થનાર ડેમોક્રેટ ઉમેદવારે ટકકર લેવાની રહેશે.

(11:32 pm IST)