Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પ ડિસેં. ના રોજ ગુમ થયેલી ઇન્‍ડિયન અમેરિકન મહિલા ૮ ડિસેં. ના રોજ મળી આવી : ૩ વર્ષના બે જુડવા બાળકોની માતા તથા ૬ સપ્‍તાહનો ગર્ભ ધરાવતી અમરજીત કૌરને ન્‍યુયોર્કની શેરીમાં આંટા મારતી જોતા પરિવાર રાજીના રેડ

ન્‍યુયોર્ક : યુ.એસ.ના ન્‍યુયોર્કમાં પ ડિસેં. ૨૦૧૭ ના રોજથી ગૂમ થયેલી ઈન્‍ડિયન અમેરિકન મહિલા ૩૪ વર્ષીય અમરજીત કૌર ૮ ડિસેં. ના રોજ મળી આવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ ડિસેં.ના રોજ બેંકમાં ચેક જમા કરાવવા ગયા પછી લાપતા થયેલી આ મહિલાના પતિએ જણાવ્‍યા મુજબ તેઓને ૭ વર્ષના ૨ જુડવા પુત્રો છે તથા તેની પત્‍ની અમરજીતને ૬ સપ્‍તાહનો ગર્ભ છે. તે ગૂમ થવાથી તેમના બંને બાળકો તથા પોતે ખૂબ હતાશ થઇ ગયા હતાં. પરંતુ આખરે ૮ ડિસેં. ના રોજ તેને શેરીમાં આમતેમ આંટા મારતી જોતા તેઓ હેમખેમ ઘેર લઇ ગયાં હતાં.

(10:03 pm IST)