Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

અમેરિકાના ટેક્સાસમાં ઇન્ફોસીસની નવી શાખા શરૂ કરાશે : 2020 ની સાલ સુધીમાં 500 અમેરિકન કર્મચારીઓને રોજગારી આપવાની નેમ

બેંગ્લુરુ : ટેક્નોલોજી કન્સલ્ટિંગ ક્ષેત્રે કાર્યરત ગ્લોબલ કંપની ઇન્ફોસિસ યુ.એસ.ના ટેક્સાસ સ્ટેટમાં નવી ફર્મ શરૃ કરશે.જેમાં 2020 ની સાલ સુધીમાં 500 અમેરિકન કર્મચારીઓને રોજગારી અપાશે.તેવું તાજેતરમાં ભારતના બેંગ્લુરુ ખાતે આવેલા ટેક્સાસ ગવર્નર સમક્ષ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું.

 ટેક્સાસના રિચાર્ડસન ખાતે શરૂ થનારી શાખામાં ખાસ કરીને ટેલીકોમ્યુનેશન,રિટેલ તથા બેન્કિંગ સેકટરને લગતી કામગીરી હાથ ધરાશે.તેમ જણાવાયું હતું.ઉલ્લેખનીય છે કે કંપનીએ 2017 ની સાલ સુધીમાં 6200 જેટલા અમેરિકન કર્મચારીઓને રોજગારી આપી છે.

(7:04 pm IST)