Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

આતંકવાદીઓ જન્મજાત નાગરિકત્વ ધરાવતા હશે તો પણ દેશનિકાલ કરાશે : ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મેરીસનની ઘોષણા

ઓસ્ટ્રેલિયા : પ્રાઈમ મિનિસ્ટર સ્કોટ મેરીસને આજ ગુરુવારના રોજ કરેલી ઘોષણા મુજબ જેહાદી પ્રવૃતિઓ કરતા તથા આતંકવાદ સાથે જોડાયેલા લોકો દેશનું જન્મજાત નાગરિકત્વ ધરાવતા હશે તો પણ આ નાગરિકત્વ રદ કરી દેશ નિકાલ કરાશે જોકે ઓસ્ટ્રેલિયાના કાયદા મુજબ આવા તત્વો 6 વર્ષ કે તેથી વધુ સમય માટે જેલમાં જાય તો તેઓનું નાગરિકત્વ આપોઆપ રદ ગણાય છે.પરંતુ પ્રાઈમ મિનિસ્ટરે જણાવ્યા મુજબ 6 વર્ષ સુધી રાહ જોવાની કોઈ જરૂર નથી.તેઓનું નાગરિકત્વ તાત્કાલિક રદ કરી દેવાશે.

(12:27 pm IST)