Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

વિશ્વમાં વસતા ૩ બિલીઅન જેટલા મૂક બધિર લોકોના હયુમન રાઇટસ માટે યુ.એસ.માં કોન્ફરન્સઃ યુનાઇટેડ સ્ટેટસ હિન્દુ એલાયન્સ (USHA)ના ઉપક્રમે એટલાન્ટામાં ૬ ડીસેં.થી ૮ ડીસેં.૨૦૧૯ દરમિયાન કરાયેલું આયોજન

એટલાન્ટાઃ વિશ્વમાં વસતા ૩.૨ બિલીઅન જેટલા મૂક તથા બધિર લોકોના હયુમન રાઇટસની રક્ષાના હેતુથી યુ.એસ.ના એટલાન્ટામાં ૬ ડીસેં.થી ૮ ડીસેં.૨૦૧૯ દરમિયાન સૌપ્રથમવાર ગ્લોબલ હયુમન રાઇટસ કોન્ફરન્સનું આયોજન કરાયું છે.

યુનાઇટેડ સ્ટેટસ હિન્દુ એલાયન્સ (USHA)આયોજીત આ કોન્ફરન્સમાં હિન્દુ, બૌધ્ધધર્મી,શીખ,જૈન,તાઓ,રોમાસ સહિત તમામ કોમ્યુનીટીના મૂકબધિર લોકો માટે હયુમન રાઇટસ  અંગે ચિંતા કરાશે. જેમાં એશિયા, આફ્રિકા તેમજ અમેરિકાના નાગરિકોનો સમાવેશ થશે.

આ કોન્ફરમાં વિશ્વભરના જુદા જુદા ધર્મોના હયુમન રાઇટસ એકટી વિસ્ટસને ભેગા કરાશે. તેવું USHA,HREEM, હયુમન રાઇટ પ્રોજેકટ આયોજકો દ્વારા જાણવા મળે છે. કોન્ફરન્સના ચિફ ગેસ્ટ તરીકે ડો.વેદપ્રકાશ નંદા હાજરી આપશે. વિશેષ વિગત ushaonline.org દ્વારા મળી શકાશે.

(8:25 pm IST)