Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુ નાનક દેવની 550 મી જન્મ જયંતિની ઉજવણી માટેની તૈયારી આખરી તબક્કામાં : વિશ્વભરમાંથી શીખ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે : 23 ઓક્ટોબરના રોજ કોરિડોર મામલે એગ્રીમેન્ટ : શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર ફી વસૂલવા પાકિસ્તાન મક્કમ

ન્યુદિલ્હી : પાકિસ્તાનમાં નવેમ્બર માસમાં ઉજવાનારી  ગુરુ નાનક દેવની 550 મી જન્મ જયંતિની ઉજવણી માટેની તૈયારી આખરી તબક્કામાં છે.જે અંતર્ગત  વિશ્વભરમાંથી શીખ શ્રદ્ધાળુઓ ઉમટી પડશે જેઓની ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે.પહેલો જથ્થો 5મી નવેમ્બર અને બીજો જથ્થો 6ઠ્ઠી નવેમ્બરના રોજ રવાના થશે.ભારતના વિરોધ વચ્ચે કોરિડોરના ઉપયોગ માટે પાકિસ્તાન ભારતીય શીખ શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર ફી વસુલવા જઈ રહ્યું છે. શીખ શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં રાખી ભારતે એક એગ્રીમેન્ટ પર સહી કરવાનો નિર્ણય કર્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)