Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

અમેરિકાના નોર્વાક કેલિફોર્નિયામાં શતચંડી તથા મહારૂદ્દ મહાયજ્ઞનું આયોજન કરાયું: સનાતન ધર્મ ટેમ્પલ ખાતે વેદા સર્કલ આયોજીત હોમ, હવન,ગૌપૂજા સહિત કાર્યક્રમો યોજાયાઃ વેદોકત મંત્રોચ્ચાર સાથે પૂજારીઓ જોડાયા

કેલિફોર્નિયાઃ તાજેતરમાં યુ.એસ.ના નોર્વાક કેલિફોર્નિયા મુકામે વેદા સર્કલના ઉપક્રમે શત ચંડી તથા મહારૂદ્દ મહાયજ્ઞમ પ્રોગ્રામ ઉજવાઇ ગયો.

સનાતન ધર્મ ટેમ્પલ મુકામે નવરાત્રિ ઉત્સવની ઉજવણી નિમિતે ૨૮ સપ્ટેં.થી ૮ ઓકટો.૨૦૧૯ દરમિયાન પંડિત શ્રી શિવરામ ક્રિશ્નના નેતૃત્વમાં કરાયેલી ઉજવણીમાં વેદોકત મંત્રોચ્ચાર સાથે અન્ય પૂજારીઓ તથા ભારતની પધારેલા પૂજારીઓ પણ જોડાયા હતા.

દૈનંદિન હોમ હવન કરાયા હતા. તથા ૧૦ દિવસ સુધી દેવી મહાત્મ્યનું વાંચન કરાયું હતું. ઉપરાંત ગૌપૂજા તેમજ દીપ પૂજાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત અનેક બહેનોએ ગાય માતાનું પૂજન કર્યુ હતું.

(7:27 pm IST)
  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : પુણેના શિવાજી નગર પોલિંગ બૂથમાં અંધારા : વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જતા મીણબત્તીના અજવાળે વોટિંગ access_time 12:41 pm IST

  • હેલમેટ મુદ્દે પુડુચેરીના મુખ્યમંત્રી વી.નારાયણ અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી આમને સામને : ચૂંટણી પ્રચાર સમયે હેલમેટ પહેર્યા વગર સ્કૂટર ઉપર ફરતા મુખ્યમંત્રીનો ફોટો કિરણ બેદીએ ટ્વીટર ઉપર શેર કર્યો : મુખ્ય મંત્રીએ કોઈના સ્કૂટર ઉપર હેલમેટ પહેર્યા વિના પાછળ બેઠેલા કિરણ બેદીનો ફોટો શેર કર્યો access_time 11:54 am IST

  • દિલ્હી : આર્મીના ડ્રેસમાં પાંચ આતંકવાદીઓ ઘુસી ગયા છે: દિલ્હી-એનસીઆરમાં એલર્ટની જાહેરાત કરી દેવાઇ : ગુપ્તચર સંસ્થાઓએ આતંકવાદીઓની વાતો ટેપ કરી લીધી છે : દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબમાં ખતરો અકબંધ access_time 4:03 pm IST