Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં દિવાળી તહેવાર ઉજવાશે : 19 નવેમ્બર 2019 ના રોજ મહાકાળી ,લક્ષ્મીજી ,તથા સરસ્વતી દેવીનું માહાત્મ્ય રજૂ કરાશે

લંડન : એમ.પી.બોબ બ્લેકમેન તથા શ્યામ દ્વારા બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સમાં દિવાળી તહેવાર  19 નવેમ્બર 2019 ના રોજ ઉજવાશે ,2011 ની સાલથી શરૂ કરાયેલી દિવાળી ઉત્સવની ઉજવણી અંતર્ગત વર્ષની ઉજવણીનું સૂત્ર  મહાકાળી ,લક્ષ્મીજી ,તથા સરસ્વતી દેવી રાખવામાં આવ્યું છે.જે અંતર્ગત ત્રણે દેવીઓનું માહાત્મ્ય રજુ કરાશે

ઉજવણીનું સ્થળ કમિટીરૂમ નં14,હાઉસ ઓફ કોમન્સ ,લંડન રાખવામાં આવ્યું છે.તથા સમય સાંજે 6-30 થી રાત્રીના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.જેમાં સંગીતકારો,હિન્દૂ અગ્રણીઓ,તેમજ રાજકીય આગેવાનો જોડાશે તેમજ મહાનુભાવો સાથે વાતચીત તેમજ વિચારોના આદાનપ્રદાનની તક મળશે તેથી સહુને રજીસ્ટ્રેશન કરાવી લઇ  ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.તેવું જાણવા મળે છે.

(7:06 pm IST)