Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સાઉથ આફ્રિકામાં વસતા ભારતીયોને બિરદાવતા પ્રાંતિય આગેવાન ડેવિડ મખુરાઃ મહાત્મા ગાંધીના વખતથી રંગભેદ નાબુદી, ભ્રષ્ટાચાર નાબુદી તથા અર્થતંત્રને મજબુત બનાવવામાં સ્થાનિક ભારતીયોના સહયોગની પ્રશંસા કરી

જહોનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના આગેવાને સ્થાનિક ભારતીયોની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના વખતથી ભારતીયો રંગભેદ વિરૂધ્ધ સહકાર આપી રહ્યા છે. એટલું જ નહિં દેશની આઝાદી માટે પણ તેમણે ભોગ આપ્યો છે. વર્તમાન સમયમાં પણ અહીં  વસતા ભારતના વતનીઓનું દેશના અર્થતંત્રમાં મહત્વનું પ્રદાન છે. તેમજ ભ્રષ્ટાચાર નાબુદી અભિયાનમાં પણ તેમનો મહત્વનો સહયોગ છે.

ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકામાં ૧૪ લાખ જેટલા ભારતીયો વસે છે. જ્યાં તાજેતરમાં યોજાયેલા જહોનિસબર્ગ ખાતેના તામિલ સંઘ આયોજીત કાર્યક્રમમાં પ્રાંત પ્રમુખ ડેવિડ મખુરાએ ભારતીયોની પ્રશંસા કરી હતી.

(9:19 pm IST)
  • ભાવનગરના નગરસેવીકાના પુત્ર પર જીવલેણ હુમલો:કોંગ્રેસના કરચલિયા પરા વોર્ડના ગવુબેન ચૌહાણના પુત્ર પર હુમલો: નગરસેવીકાનો પુત્ર બિપિન ચૌહાણના સાસરે કોળિયાક ગામે બન્યો બનાવ:માતાજીના નિવેદમાં ગયેલા બિપિન પર ત્રણ શખ્સનો હુમલો:પડખામાં અજણયા ત્રણ શખ્સોએ મારી છરી:બીપીનને ગંભીર હાલતે ભાવનગરમાં ઓપરેશન કરાયું access_time 9:47 pm IST

  • ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો:વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓને લપડાક:દેશની કંપનીઓ નથી કરતી વિદેશી કંપનીઓ નકલ:હાઈકોર્ટનાં નિર્ણયથી વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓની મોનોપોલી તૂટશે access_time 1:07 am IST

  • અમદાવાદ :ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે: એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી:રાજ્ય સરકાનો દાવો access_time 1:07 am IST