Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

યુ.એસ.માં દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે ૧૯ થી ૨૧ ઓકટો.૨૦૧૮ દરમિયાન નૂતન હવેલીનું ભૂમિપૂજનઃ પૂજય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્‍થિતિમાં થનારા ભૂમિપૂજન દરમિયાન ત્રિદિવસિય વિવિધ કાર્યક્રમોઃ યજ્ઞ, કળશયાત્રા, ભૂમિપૂજન, વચનામૃત, મનોરથ, મેડીકલ કેમ્‍પ સહિતના આયોજનોમાં જોડાવા વૈશ્‍નવોને જાહેર આમંત્રણ પાઠવાયુ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં દ્વારકાધિશ હવેલી, ૭૧૭, વોશિંગ્‍ટન રોડ, પાર્લિન ન્‍યુજર્સી મુકામે નવનિર્મિત નૂતન હવેલીનું નિર્માણ કરાશે. જેનું ભૂમિપૂજન ૧૯,૨૦ તથા ૨૧ ઓકટો. ૨૦૧૮ દરમિયાન થશે જે પૂજનીય ગોસ્‍વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીની પાવન ઉપસ્‍થિતિમાં કરાશે. ભક્‍તિનિધિ ઇન્‍કના ઉપક્રમે આયોજીત આ ત્રિદિવસિય ભૂમિપૂજન સમારોહમાં પધારવા સહુ વૈશ્નવોને આમંત્રિત કરાયા છે. ઉજવણી અંતર્ગત ૧૯ ઓકટો. શુક્રવારના રોજ સાંજે ૬ કલાકે ડીનરનું આયોજન કરાયુ છે. બાદમાં ઇન્‍ડિયા ગૃપની મ્‍યુઝીક ઇવનીંગ યોજાશે. ૨૦ ઓકટો. શનિવારે સવારે ૯-૩૦ કલાકે યજ્ઞ બાદ બપોરે ૧૨-૩૦ કલાકે લંચ થશે. બાદમાં બપોરે ૨ વાગ્‍યે કળશ યાત્રા નીકળશે. તથા ૨-૩૦ કલાકે ભૂમિપૂજન થશે. ૪-વાગ્‍યે રિફ્રેશમેન્‍ટ બાદ ૪-૩૦ કલાકે વચનામૃતનું આયોજન કરાયું છે. તથા ડીનર બાદ નૂતન હવેલી નિર્માણ અંગે રજુઆત કરાશે. ૨૧ ઓકટો.રવિવારે સવારે ૯-૩૦ કલાકે મેડીકલ કેમ્‍પનું આયોજન કરાયું છે. તથા બપોરે ૧૨-૧૫ કલાકે મનોરથ બાદ ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. વિશેષ માહિતિ તથા મનોરથી બનવા માટે કોન્‍ટેક નં.૭૩૨-૨૫૪-૦૦૬૧ દ્વારા સંપર્ક સાધવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

(10:13 pm IST)