Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

યુ.એસ.ના જયોર્જીયા બોર્ડ ઓફ એકઝામિનર્સમાં ઇન્ડિયન અમેરિકન શ્રી કાર્તિક ભટ્ટની નિમણુંકઃ ૪ વર્ષ માટે હોદો સંભાળશે

જર્યોજીયા : યુ.એસ.માં જર્યોજીયા સ્થિત ઇન્ડિયન અમેરિકન શ્રી કાર્તિક ભટ્ટની જર્યોજીયા બોર્ડ ઓફ એકઝામિનર્સમા નિમણુંક થઇ છે.

ગવર્નર બ્રિઆન પી.કેમ્પએ જુદા જુદા બોર્ડસ, કમિશન્સ તથા ઓથોરીટીઝમાં નિમેલા  ૧ ડઝન ઉપરાંત વ્યકિતઓમાં શ્રી ભટ્ટનો સમાવેશ કરાયો છે.  જેઓ સર્ટીફીકેશન ઓફ વોટર એન્ડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન ઓપરેટર્સ એન્ડ એનાલિસ્ટ બોર્ડ ઓફ એકઝામીનેશનમાં ફરજ બજાવશે. જેઓને બોર્ડ માટેના કન્ઝયુમર મેમ્બર તરીકે ૪ વર્ષ માટે નિમણુંક આપવામાં આવી છે. હાલમાં તેઓ લક્ષ્મીનારાયણ ૧૦૮ ન્ન્ઘ્ માં પ્રોપર્ટી મેનેજર તરીકે ફરજ બજાવે છે.

(10:21 pm IST)