Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

'' ફયુચર ઓફ ઇન્ડિયા'' એકલ વિદ્યાલય ફાઉન્ડેશન USA ના ઉપક્રમે કેલિફોર્નિયામાં યોજાઇ ગયેલો ફંડ રેઇઝીંગ પ્રોગ્રામઃ ર મિલીયન ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયાઃ ભારત તથા  નેપાળના ૯પ હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારોના ર કરોડ પ૦ લાખ જેલા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપી પગભર કરવા તેમજ મહિલાઓના સશકિતકરણ માટે કાર્યરત એકલ વિદ્યાલય ફાઉન્ડેશન ઓફ યુ.એસ.એ. ના ઉપક્રમે તાજેતરમાં તા. ૧૪ સપ્ટે.ર૦૧૯ ના રોજ ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇઇ ગયો.

હયાત રિજન્સી કેલિફોર્નિયા મુકામે યોજાયેલા આ ફંડ રેઇઝીં પ્રોગ્રામને ફયુચર ઓફ ઇન્ડિયા નામ અપાયું હતુ. જેમા બોલીવુડના હેન્ડસમ યુવાન વિવેક ઓબરોયએ સ્પેશીયલ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. ઉપરાંત એકટર ઓમી વૈદ્ય તેમજ એકસપ્રાઇઝ ફાઉન્ડેશનના એકઝીકયુટીવ ડીરેકટરએ હાજર રહી પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ.

પ્રોગ્રામમાં ર મુખ્ય દાતાઓએ અર્ધા મિલીયન ડોલરનું ડોનેશન આપ્યું હતુ. તથા ૧ મિલીયન ડોલર ભેગા કરી  દેવાની કટિબદ્ધતા વ્યકત કરી હતી. કુલ ર મિલીયન ડોલર ભેગા થઇ ગયા હતા.

(10:17 pm IST)