Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ મંદિર પેલેટાઇન, ઇલિનોઇસ મુકામે ''જલ જીલણી એકાદશી'' ઉત્સવ ઉજવાયો

ઇલિનોઇસઃ યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૫૨૧, એન.રેન્ડ રોડ, પેલેટાઇન, ઇલિનોઇસ મુકામે ૯ સપ્ટેં.૨૦૧૯ સોમવારના રોજ ''જલ જીલણી એકાદશી'' ઉત્સવ ઉજવાઇ ગયો. મહંત શ્રી મુકતાપ્રસાદજીના સાનિધ્યમાં ઉજવાયેલા આ ઉત્સવમાં સેંકડોની સંખ્યામાં ભકતો જોડાયા હતા.

ભગવાનશ્રી તથા ગણેશજીની મૂર્તિને તળાવમાં સ્નાન કરાવી પૂજા, આરતી બાદ ભજનો ગવાયા હતા.

ઉલ્લેખનીય છે કે ઉપરોકત મંદિરમાં તમામ હિન્દુ તહેવારો ઉજવાય છે. તથા કથા વાર્તા,સત્સંગના કાર્યક્રમોના આયોજનો થાય છે. જેનો સેંકડો ભકતો લાભ લ્યે છે.

આગામી દિવસોમાં નવરાત્રિ તથા દિવાળી ઉત્સવ ઉજવાશે તેવું સુશ્રી ઉષા બોડીવાલા તથા શ્રી સુરેશ બોડીવાલા દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)
  • સુરતના કિંમના હથોડા-મોટી નારોલી રસ્તા પર ઝાડ સાથે મોટર સાયકલ ભટકતા અકસ્માત: મોટર સાયકલમાં સવાર માતા, પિતા અને પુત્રીને ઇજા: રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108 ને જાણ કરાઈ: જો કે દોઢ કલાક સુધી 108 નહીં આવતા માતાનું નીપજ્યું મોત access_time 9:10 pm IST

  • સુરતની કોલેટી હોટલ પાસે એક શખ્શને મોબાઈલ ચોર સમજી ટોળાંએ ઢોર માર માર્યો : શખ્શને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો: અઠવા પોલીસ ઘટના સ્થળે પહોંચી access_time 12:59 am IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST