Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ, પરામસ, ન્યુુજર્સી મુકામે આવતીકાલ ૨૩ સપ્ટે.ના રોજ 'જલજીલણી' ઉત્સવ ઉજવાશેઃ સ્વીમીંગ પુલમાં ભગવાનને ભકિતભાવ પૂર્વક ઝુલાવાશે

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ, ૨૦પ, સ્પ્રિંગ વેલ્લી રોડ, પરામસ, ન્યુજર્સી મુકામે આવતીકાલ ૨૩ સપ્ટે. રવિવારના રોજ 'જલજીલણી' ઉત્સવ ધામધૂમથી ઉજવાશે. જેમાં ભગવાનને સ્વીમીંગ પુલમાં ભકિતભાવ પૂર્વક ઝુલાવવામાં આવશે. બાળકોને સ્વીમીંગનો આનંદ પણ મળશે.

ઉત્સવની ઉજવણી અંતર્ગત બપોરે ૪.૩૦ કલાકે ધૂન તથા કિર્તન ભકિત, સાંજે પાંચ કલાકે 'જલજીલણી ઉત્સવ', પ.૪પ કલાકે લેડીઝ જલજીલણી ઉત્સવ-આરતી, ૬ વાગ્યે પૂજ્ય કૃષ્ણસ્વરૂપ સ્વામી દ્વારા કથા, ૬.૧પ કલાકે બાળકોનું સ્વીમીંગ, ૬.૪પ કલાકે મહાનિરંજન આરતી, બાદમાં સાત વાગ્યે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે.

ગુરૂદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના આશિર્વાદ તથા ગુરૂ મહારાજશ્રી દેવક્રિશ્નદાસજી સ્વામીની પ્રેરણાથી ઉજવાનારા આ ઉત્સવનો લહાવો લેવા તમામ ભકતોને સપરિવાર મિત્રમંડળ સહિત પધારવા આમંત્રણ પાઠવાયું છે. તેવું પૂજ્ય સાધુ આનંદપ્રિયદાસ સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(9:02 pm IST)