Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

અમેરિકા ખાતેના ભારતના પૂર્વ એમ્બેસેડર સુશ્રી નિરૃપમા રાવ કોલમ્બીયા યુનિવર્સિટીના માનદ પ્રોફેસર બન્યાઃ આગામી સેમેસ્ટરથી ભારત તથા ચીન વચ્ચેના સંબંધો વિષયક વ્યાખ્યાનો આપશે

કોલમ્બીયાઃ અમેરિકામાં ભારતના ફોરેન સેક્રેટરી તરીકે તથા રાજદૂત તરીકે જવાબદારી સંભાળી ચુકેલા સુશ્રી નિરૃપમા રાવની નિમણુંક કોલમ્બીયા યુનિવર્સિટી ફેકલ્ટીમાં માનદ પ્રોફેસર તરીકે થઇ છે. તેઓ આગામી સેમેસ્ટરથી ભારત તથા ચીન વચ્ચેના સંબંધો વિષયક વ્યાખ્યાનો આપશે.

સુશ્રી નિરૃપમા ૨૦૦૯થી ૨૦૧૧ની સાલ દરમિયાન યુ.એસ.માં ભારતના ફોરેન સેક્રેટરી તથા ૨૦૧૧થી ૨૦૧૩ દરમિયાન ભારતના એમ્બેસેડર તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે.

ઉપરાંત ૪ દાયકાની તેમની ભારતના ફોરેન ડીપાર્ટમેન્ટમાં કારર્કિદી દરમિયાન ચીન મુકામે ભારતના સહુપ્રથમ મહિલા એમ્બેસેડર તરીકે તેઓ જવાબદારી સંભાળી ચૂકયા છે. તેમના આ અનુભવનો લાભ મળે તે હેતુથી તેઓને કોલમ્બીયા યુનિવર્સિટીમાં ભારત-ચીન વચ્ચેના સંબંધો વિષયક લેકચર્સ આપવા માનદ વ્યાખ્યાતા તરીકે નિમણુંક કરાઇ છે.

(10:37 pm IST)