Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓનું અપમાનઃ કરાંચી નેશનલ હાઇવે ઉપર લંચ માટે રોકાતા અપમાન કરી કાઢી મુકીઃ વિરોધ થતાં માફી માંગી ભોજન કરાવ્યું

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં લરકાના ક્ષેત્રના કરાંચી નેશનલ હાઇવે ઉપર આવેલી અલ હબીબ રેસ્ટોરન્ટમાં લંચ લેવા માટે ગયેલી હિન્દુ મહિલાઓને અપમાનિત કરી બહાર કાઢી મુકવામાં આવી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પિયલ્સ પાર્ટીની લઘુમતિ સેલની આ હિન્દુ મહિલાઓ સાથે અપમાન જનક વર્તાવ અને લંચ આપવાના ઇન્કારનો ભારે વિરોધ થતાં સંચલાકોએ તેમને આમંત્રિત કરી ભોજન કરાવ્યું હતું. માફી માંગી હતી શાલ ઓઢાડી બહુમાન પણ કર્યુ હતું.

(8:54 pm IST)