Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરવાના પગલાને ઇન્ડિયન અમેરિકન કાશ્મીર પંડિતોનો ઉમંગભેર આવકારઃ હયુસ્ટન મુકામે મળેલી મીટીંગમાં મોદી સરકારના ક્રાંતિકારી પગલાને બિરદાવ્યું

હયુસ્ટનઃ જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરવાના ભારત સરકારના પગલાને ઇન્ડિયન અમેરિકન કાશ્મીની પંડિતોએ ભારે ઉમંગપૂર્વક બિરદાવ્યું છે. જેની ઉજવણી માટે યુ.એસ.ના હયુસ્ટનમાં વિશ્વ વ્યાપ્ત કાશ્મીરી પંડિતોની મીટીંગ ભાજપના ફોરેન ડીપાર્ટમેન્ટના હેડ શ્રી વિજય ચૌથાઇવાલેની હાજરીમાં રાખવામાં આવી હતી.

૧૫ ઓગ.૨૦૧૯ના રોજ રાખવામાં આવેલી આ મીટીંગ ઓસ્ટ્રેલિયા,યુ.કે. જર્મની સિંગાપોર ભારત તથા યુ.એસ. સહિતના દેશોમાં વસતા કાશ્મીરી પંડિતોએ ટેલી કોન્ફરન્સથી ભાગ લીધો હતો. તથા જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તેવો નિર્ણય લેવા બદલ મોદી સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.

(8:53 pm IST)